- તામિલનાડુમાં બુધવારે એક વિમાન દુર્ઘટના
- જનરલ બિપિન રાવત સહિત અનેક સૈનિકો ગુમાવ્યા
- બોલિવૂડમાં શોકનો માહોલ
હૈદરાબાદ: તામિલનાડુમાં બુધવારે એક હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનામાં(Helicopter crash in Tamil Nadu ) દેશે પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત(CDS General Bipin Rawat) સહિત અનેક સૈનિકો ગુમાવ્યા. આર્મી ચીફ બિપિન રાવત( country's first Chief of Defense Staff )અને ત્રણેય સેનાના અન્ય જવાનોના આકસ્મિક નિધનથી આખો દેશ આઘાતમાં છે. અહીં, બોલિવૂડ કલાકારોએ પણ તેમના અકાળ અવસાન પર(mourning in bollywood) ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે..
અમિતાભ બચ્ચન
બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ (Bollywood megastar Amitabh)બચ્ચને ટ્વીટ કરીને લખ્યું, ' હું દુઃખ...અને ઉદાસી.'
અજય દેવગણે
અભિનેતા અજય દેવગણે બિપિન રાવતના દુ:ખદ અકસ્માતમાં નિધન પર શોક વ્યક્ત કર્યો છે. અભિનેતાએ ટ્વીટ કરીને લખ્યું, 'જનરલ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત અને ભારતીય સશસ્ત્ર દળના સૈનિકોના અકાળ અવસાન વિશે જાણીને દુઃખ થયું, તમામ શહીદોના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે.'
કરણ જોહર
ફિલ્મ નિર્માતા કરણ જોહરે ટ્વીટ કરીને લખ્યું, "જનરલ બિપિન રાવત(General Bipin Rawat ), તેમની પત્ની અને ભારતીય સશસ્ત્ર દળના જવાનોના નિધનથી અત્યંત આઘાત અને દુ:ખી, રાષ્ટ્રને આપેલી બહાદુર અને નિઃસ્વાર્થ સેવાને સલામ. ઓમ શાંતિ.
વિવેક ઓબેરોય
અભિનેતા વિવેક ઓબેરોયએ ટ્વીટ કર્યું, "જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતના નિધન વિશે જાણીને ખૂબ જ દુઃખ થયું, દેશની ચાર દાયકાની નિઃસ્વાર્થ સેવા માટે અમે તમને સલામ કરીએ છીએ. હું આપણા દેશની સાથે છું. 'ઓમ શાંતિ'