મુંબઇ: રિયા ચક્રવર્તી સુશાંત સિંહ રાજપૂતના મોતના કેસમાં CBI તપાસ માટે મંગળવારે સવારે 10 વાગ્યે હાજર થશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, છેલ્લા ત્રણ દિવસમાં રિયાની લગભગ 35 કલાક પૂછપરછ કરવામાં આવી છે. ગૌરવ આર્ય ડ્રગ કનેક્શનને લઈને તપાસ એજન્સીઓના રડાર પર પણ છે.
આ અગાઉ સુશાંતના મોતની પૂછપરછ કરી રહેલી CBI એ સોમવારે લગભગ 9 કલાક સુધી રિયાની પૂછપરછ કરી હતી. CBIએ રિયાના ભાઈ શૌવિકની 8 કલાકથી વધુ પૂછપરછ પણ કરી હતી. આ માહિતી એક પોલીસ અધિકારીએ આપી હતી. 28 વર્ષીય રિયા ચક્રવર્તીની પૂછપરછનો આ સતત ચોથા દિવસ હતો. જેના પર સુશાંત રાજપૂતને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાનો આરોપ છે. 14 જૂનના રોજે સુશાંતે તેના ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી.
અધિકારીના જણાવ્યા અનુસાર, રિયા સાંજના સમયે DRDO ગેસ્ટહાઉસથી તેના સાન્તા ક્રુઝ સ્થિત નિવાસસ્થાન માટે નીકળી હતી. પરંતુ ઘરની બહાર મોટી સંખ્યામાં મીડિયાપર્સનની હાજરીને કારણે તે ઘરે ન જઇ શકી. તેણે કહ્યું કે રિયા તેની કારમાંથી બહાર ન આવી અને તે ફરિયાદ નોંધાવવા માટે સીધા સાન્તા ક્રુઝ પોલીસ સ્ટેશન ગઈ હતી.