મુઝફ્ફરપુર: બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને તેમના બાંદ્રા સ્થિત ફ્લેટમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. તેમના મૃત્યુ પછી નેપોટિઝમ અંગેનો વિવાદ ચાલુ છે. આ કેસમાં સલમાન ખાન, સંજય લીલા ભણસાલી, કરણ જોહર સહિત 8 લોકો વિરુદ્ધ મુઝફ્ફરપુર કોર્ટમાં ફરિયાદ નોંધાઈ છે. આ મામલે વધુ 4 ફિલ્મ હસ્તીઓ મહેશ ભટ્ટ, મુકેશ ભટ્ટ, રિયા ચક્રવર્તી અને કૃતિ સેનન પર મુઝફ્ફરપુર કોર્ટમાં કેસ દાખલ કરાયો છે. એડવોકેટ સુધીર ઓઝાએ આ કેસ કર્યો છે.
મુઝફ્ફરપુર ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં સલમાન ખાન વિરુદ્ધ ફિલ્મ જગતના નિર્માતા-દિગ્દર્શક સહિત 8 લોકો વિરુદ્ધ ફરિયાદ પત્ર દાખલ કરવામાં આવ્યો છે. તેમાં કરણ જોહર, આદિત્ય ચોપડા, સાજિદ નડિયાદવાલા, સલમાન ખાન, સંજય લીલા ભણસાલી, ભૂષણ કુમાર, એકતા કપૂર અને નિર્માતા-દિગ્દર્શક દિનેશ વિજન જેવી હસ્તીઓ શામેલ છે. જેમના પર મૃત્યુના કેસમાં અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની હત્યાનું કાવતરું ઘડવાનો અને હત્યા કરવાનો આરોપ છે. આ કેસ સ્થાનિક એડવોકેટ સુધીરકુમાર ઓઝા દ્વારા કરવામાં આવ્યો છે. સુધીરે કહ્યું કે, કોર્ટ આ કેસની આગામી સુનાવણી 3 જુલાઈએ નક્કી કરી છે.
આ પછી ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટ, મુકેશ ભટ્ટ, રિયા ચક્રવર્તી અને કૃતિ સનન સામે કેસ કરવામાં આવ્યો છે. આ સિવાય ફિલ્મ અભિનેત્રી રિયા ચક્રવર્તી સામે મુઝફ્ફરપુર કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી. જે પતાહીના રહેવાસી કુંદન કુમારે નોંધાવેલી છે. જે અંતર્ગત કોર્ટે સુનાવણી માટે 24 જૂન તારીખ નક્કી કરી છે. આ કેસમાં મહત્તમ સજા 10 વર્ષ થઈ શકે છે.