ગુજરાત

gujarat

ETV Bharat / sitara

'સડક 2' કેસઃ મહેશ ભટ્ટ, મુકેશ ભટ્ટ અને આલિયા ભટ્ટ સામે કોર્ટમાં ફરિયાદ

ફિલ્મ નિર્દેશક મહેશ ભટ્ટ, નિર્માતા મુકેશ ભટ્ટ અને અભિનેત્રી આલિયા ભટ્ટ વિરુદ્ધ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (સીજેએમ) મુકેશ કુમારની કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ ચિત્રકૂટ નગરમાં રહેતા એડવોકેટ સોનુ કુમારે નોંધાવી છે. આ ફિલ્મમાં પવિત્ર કૈલાસ પર્વત પર દેખાડવા સામે વાંધો ઉઠાવ્યો છે. કોર્ટે ફરિયાદની સુનાવણી માટે 8મી જુલાઈની તારીખ નક્કી કરી છે.

case-filed-against-mahesh-bhatt-mukesh-bhatt-and-alia-bhatt-in-muzaffarpur-court
'સડક 2' કેસઃ મહેશ ભટ્ટ, મુકેશ ભટ્ટ અને આલિયા ભટ્ટ સામે કોર્ટમાં ફરિયાદ

By

Published : Jul 3, 2020, 3:41 PM IST

Updated : Jul 3, 2020, 3:59 PM IST

મુઝફ્ફરપુરઃ ફિલ્મ નિર્દેશક મહેશ ભટ્ટ, નિર્માતા મુકેશ ભટ્ટ અને અભિનેત્રી આલિયા ભટ્ટ વિરુદ્ધ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (સીજેએમ) મુકેશ કુમારની કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ ચિત્રકૂટ નગરમાં રહેતા એડવોકેટ સોનુ કુમારે નોંધાવી છે. આ ફિલ્મમાં પવિત્ર કૈલાસ પર્વત પર દેખાડવા સામે વાંધો ઉઠાવ્યો છે. કોર્ટે ફરિયાદની સુનાવણી માટે 8મી જુલાઈની તારીખ નક્કી કરી છે.

ફિલ્મ નિર્માતા નિર્દેશક મહેશ ભટ્ટ, મુકેશ ભટ્ટ અને અભિનેત્રી આલિયા ભટ્ટ પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. મુઝફ્ફરપુરના એડવોકેટ સોનુ કુમારે સીજેએમ કોર્ટમાં આ ફરિયાદ નોંધાવી છે.

એડવોકેટ સોનુ કુમારે આરોપ લગાવ્યો છે કે, આ ત્રણેય ફિલ્મ હસ્તીઓએ તેમની ફિલ્મ સડક-2ના પોસ્ટરમાં કૈલાસ પર્વતની તસવીરનો ઉપયોગ કર્યો છે. તેમણે કહ્યું કે, પોસ્ટરમાં કૈલાસનો ફોટો છે અને તેની ઉપર સડક-2 મોટા અક્ષરોમાં લખેલું છે. અન્ય ફોટામાં આરોપીએ તેમનો ફોટો પણ કૈલાસ પર્વત સાથે મૂક્યો છે.

શાસ્ત્રો અને હિન્દુ ધર્મથી સંબંધિત પુરાણોમાં કૈલાસ પર્વત મહત્વપૂર્ણ છે. ધર્મ અનુસાર, ભગવાન શિવ અને માતા પાર્વતી કૈલાસ પર્વત પર વસે છે. તેમણે જણાવ્યું હતું કે આનાથી હિન્દુ ધર્મમાં માનનારા લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે. જ્યારે ફરિયાદીની એડ્વોકેટ પ્રિયા રંજન અન્નુએ જણાવ્યું હતું કે કોર્ટે કેસ સ્વીકાર્યો છે, જ્યારે સુનાવણીની તારીખ 8 જુલાઇ રાખવામાં આવી છે.

Last Updated : Jul 3, 2020, 3:59 PM IST

ABOUT THE AUTHOR

...view details