ગુજરાત

gujarat

ETV Bharat / sitara

દિલ્હી હિંસા અંગે ટિપ્પણી કરવા પર જાવેદ અખ્તર વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ - દિલ્હીમાં હિસા

અપમાનજનક નિવેદન આપવા પર મશહૂર ગીતકાર જાવેદ અખ્તર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવામાં આવી છે. આ ફરિયાદ અમિત કુમારે સીજીએમ ઠાકુર અમનની કોર્ટમાં દાખલ કરી હતી. આ મામેલ સુનાવણી 25 માર્ચના રોજ થશે.

દિલ્હીમાં હિસા પર ટિપ્પણી પર જાવેદ અખ્તર વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ
દિલ્હીમાં હિસા પર ટિપ્પણી પર જાવેદ અખ્તર વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ

By

Published : Mar 6, 2020, 12:02 AM IST

બેગૂસરાય: બિહારમાં બેગૂસરાયની એક કોર્ટમાં મશહૂર ગીતકાર જાવેદ અખ્તરના વિરૂદ્ધ દિલ્હી હિંસાને લઇ વિવાદાસ્પદ નિવેદન આપવા પર ફરિયાદ નોંધવામાં આવી હતી.

બેગૂસરાયના મુખ્ય દંડાધિકારી ઠાકુર અમન કુમારે કોર્ટમાં બુધવારના રોજ સ્થાનીક વકીલ અમિત કુમારે ફરિયાદ નોંધાવી હતી. અખ્તર વિરૂદ્ધ આઇપીસી કલમ 124 એ,153 એ,153 બી અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

અમિતે આ અંગે જણાવ્યું કે, આ મામલે કોર્ટમાં 25 માર્ચના રોજ સુનાવણી છે. તેમણે કહ્યું કે અખ્તરે ટ્વિટ કર્યું હતું કે, દિલ્હીમાં કેટલાક લોકો માર્યા ગયા છે, પરંતુ પોલીસ ફકત એક ઘરને સીલ કરીને માલિકની તપાસ કરી કરી છે. આકસ્મિક રીતે તેનું નામ તાહિર છે. દિલ્લી પોલીસને સલામ..."અમિતે કહ્યું કે,આ નિવેદનને વાંચીને આ સ્પષ્ટ થાય છે કે, અખ્તર જાતિ, સંપ્રદાયના નામે હિન્દુસ્તાનને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details