ગુજરાત

gujarat

ETV Bharat / sitara

આલિયા ભટ્ટ અભિનીત ફિલ્મ 'સડક-2'ના પોસ્ટર વિરુદ્ધ એક વકીલે ફરિયાદ નોંધાવી

મહેશ ભટ્ટ, મુકેશ ભટ્ટ અને અભિનેત્રી આલિયા ભટ્ટની આગામી ફિલ્મ 'સડક-2'ના પોસ્ટર સામે એક વ્યક્તિએ ફરિયાદ નોંધાવી છે. તે વ્યક્તિના કહેવા પ્રમાણે પોસ્ટરમાં કૈલાસ માનસરોવરના ફોટાનો ઉપયોગ અપમાનજનક રીતે કરવાથી હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચી છે.

આલિયા ભટ્ટ અભિનીત ફિલ્મ 'સડક 2'ના પોસ્ટર વિરુદ્ધ એક વકીલે નોંધાવી ફરિયાદ
આલિયા ભટ્ટ અભિનીત ફિલ્મ 'સડક 2'ના પોસ્ટર વિરુદ્ધ એક વકીલે નોંધાવી ફરિયાદ

By

Published : Jul 10, 2020, 10:44 PM IST

મુંબઇ: મહારાજગંજ જિલ્લામાં જિલ્લા ન્યાયિક મેજિસ્ટ્રેટની અદાલતમાં એક સામાજિક કાર્યકર અને વકીલે, ફિલ્મ 'સડક 2'ના પોસ્ટરમાં ફિલ્મ નિર્માતાઓ મહેશ ભટ્ટ, મુકેશ ભટ્ટ અને અભિનેત્રી આલિયા ભટ્ટ સામે અપમાનજનક રીતે કૈલાસ માનસરોવરના ફોટાનો ઉપયોગ કરી હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચાડવા બદલ ફરિયાદ નોંધાવી છે.

જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સૌરભ પાંડેએ આ કેસમાં સુનાવણીની આગામી 8 સપ્ટેમ્બરની તારીખ નક્કી કરી છે. જેમાં કલમ 295 A (ઇરાદાપૂર્વક ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવી) અને આઈપીસીની 120 B (ગુનાહિત કાવતરું) હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.

અરજદાર, મહારાજગંજ જિલ્લાના રહેવાસી એડવોકેટ વિનય પાંડેએ ફિલ્મના પોસ્ટરમાં કૈલાસ માનસરોવરના ફોટાના ઉપયોગ અંગે વાંધો ઉઠાવતા કહ્યું હતું કે, 'સડક 2' ફિલ્મના પોસ્ટરમાં કૈલાસ પર્વતનો ફોટો છે, તેને હિન્દુઓ ભગવાન શંકરનું નિવાસસ્થાન માને છે. પરંતુ દુર્ભાગ્યે ફિલ્મ, નિર્માતા, દિગ્દર્શક અને અભિનેત્રીનું નામ પર્વત પર લખેલું બતાવવામાં આવે છે. તેમના નામ અને ફિલ્મના નામને પવિત્ર પર્વત કરતા પણ વધારે મહત્વ આપવામાં આવ્યું છે. પોસ્ટરથી હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચે છે. "

ABOUT THE AUTHOR

...view details