શનિવારે મુંબઈ-પૂણે હાઈવે પર બોલીવૂડ એક્ટ્રેસ શબાના આઝમીની કાર એક ટ્રક સાથે ટકરાઈ હતી. આ ગોઝારા અકસ્માતમાં શબાના ગંભીર રીતે ઘાયલ થયાં હતા. આ દુર્ઘટનાને પગલે તેમના કાર ડ્રાઈવર વિરૂદ્ધ ઝડપી ગતિ સાથે બેદરકારીથી ગાડી ચલાવવા મામલે ટ્રક ડ્રાઇવર દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે.
શબાના આઝમીના ડ્રાઈવર વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ, ગાડીની પણ તપાસ કરાશે - શબાના આઝમી સમાચાર
મુંબઈઃ શનિવારે રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા અભિનેત્રી શબાના આઝમીના ડ્રાઈવર વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. ડ્રાઈવર વિરૂદ્ધ ઝડપી ગતિ સાથે બેદરકારીથી ગાડી ચલાવવા અંગે ફરિયાદ નોંધાઇ છે. જોકે હાલ અભિનેત્રીના હાલતમાં સુધારો છે.
શબાના આઝમીને કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. ડોક્ટરના જણાવ્યાનુસાર હાલ તેમની હાલતમાં સુધારો થયો છે. અકસ્માત અંગે પોલીસના જણાવ્યાનુસાર ચાલક કમલેશ કામથને આ દુર્ઘટનામાં નાની મોટી ઈજા પહોંચી છે. ડ્રાઈવર અન્ય વાહનને ઓવરટેક કરવાની કોશિશ કરી રહ્યો હતો તે દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી.
રાયગઢ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, અમે ડ્રાઈવર વિરૂદ્ધ ઝડપી ગતિ સાથે બેદરકારીથી ગાડી ચલાવવા મામલે ફરિયાદ નોંધી છે. ગાડીમાં કોઈ ખામીને લીધે અકસ્માત થયો છે કે નહી, તે જાણવા ગાડીને તપાસ માટે આરટીઓ પાસે મોકલવામાં આવી છે. તો ડ્રાઈવરે દારૂનું સેવન કર્યુ હતું કે નહી તે અંગે પણ તપાસ કરવામાં આવી છે.