ગુજરાત

gujarat

ETV Bharat / sitara

કેનેડિયન નોરા ફતેહી ટ્રેડિશનલ લુકમાં દેખાઈ રહી છે આકર્ષક - Bollywood News

મૂળ કેનેડિયન પણ બોલીવુડમાં ધૂમ મચાવનારી અભિનેત્રી નોરા ફતેહી અવારનવાર ચર્ચામાં રહે છે. તે પોતાના ફેન્સ માટે હંમેશા સોશિયલ મીડિયા પર નવા-નવા આકર્ષક ફોટો શેર કરતી નજરે પડે છે. ત્યારે આજે અમે નોરા ફતેહીના ટ્રેડિશનલ લુકની વાત કરીશું. ભારતીય પરંપરાગત પોશાક નોરાને ખૂબ જ પસંદ છે અને તે આમાં ખૂબ જ આકર્ષક લાગી રહી છે. ત્યારે જુઓ નોરા ફતેહીના ટ્રેડિનશલ લુકમાં ફોટોઝ.

કેનેડિયન નોરા ફતેહી ટ્રેડિશનલ લુકમાં દેખાઈ રહી છે આકર્ષક
કેનેડિયન નોરા ફતેહી ટ્રેડિશનલ લુકમાં દેખાઈ રહી છે આકર્ષક

By

Published : Jun 10, 2021, 1:04 PM IST

  • નોરા ફતેહીને પસંદ છે ટ્રેડિશનલ આઉટફિટ
  • સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે નોરા
  • ટ્રેડિશનલ લુકમાં નોરાનો આકર્ષક અંદાજ

અમદાવાદઃનોરા ફતેહી, આ નામથી કોણ પરિચિત નહીં હોય. જી હાં, બોલીવુડમાં પોતાના ડાન્સથી અલગ જ ઓળખ ઉભી કરનારી અભિનેત્રી નોરા ફતેહી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી હોય છે. અવારનવાર તે પોતાના ફોટોઝ શેર કરતી જોવા મળે છે. ત્યારે આજે આપણે નોરાના ટ્રેડિનશલ લુકની વાત કરીશું. અહીં તમે નોરા ટ્રેડિશનલ લુકમાં કેવી આકર્ષક દેખાઈ રહી છે તે જોઈ શકો છો.

કેનેડિયન નોરા ફતેહી ટ્રેડિશનલ લુકમાં દેખાઈ રહી છે આકર્ષક

આ પણ વાંચોઃજેનીલિયા ડિસૂઝા અને રિતેશ દેશમુખ ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યા

સાડી સાથે બેલ્ટ પહેરતા આકર્ષણનું કેન્દ્ર બની નોરા

નોરા ફતેહીએ એક ઈવેન્ટ માટે સ્ટેટમેન્ટ સાડીને પસંદ કરી હતી. જો કે, અવારનવાર તે સાડી સાથે અલગ વસ્તુ પણ પહેરતી હોય છે. ત્યારે એક સાડીમાં તો તેણે સાડીની ઉપર બેલ્ટ પહેર્યો હતો, જેના કારણે તે આકર્ષણનું કેન્દ્ર બની હતી.

કેનેડિયન નોરા ફતેહી ટ્રેડિશનલ લુકમાં દેખાઈ રહી છે આકર્ષક

આ પણ વાંચોઃહું વર્ષ 2020થી કંટાળી ગઈ છુંઃ નોરા ફતેહી

નોરા અનેક તહેવારોમાં ટ્રેડિશનલ લુકમાં જોવા મળે છે

નોરાને ટ્રેડિશનલ કપડાની સાથે-સાથે જ્વેલરી પહેરવાનો પણ શોખ છે. તે પોતાના સંપૂર્ણ ટ્રેડિશનલ લુક માટે જ્વેલરીથી માંડીને પગરખાં સુધી તમામ વસ્તુનું ધ્યાન રાખે છે. ધનતેરસ હોય કે પછી બીજા તહેવાર નોરા ફતેહી તે સમયે ટ્રેડિશનલ લુકમાં જ જોવા મળે છે.

ABOUT THE AUTHOR

...view details