મુંબઇ : બોલીવૂડ ફિલ્મ 'બંટી ઔર બબલી 2' 26 જૂનના રોજ રિલીઝ થશે. તેવી ફિલ્મ નિર્માતાઓએ મંગળવારના રોજ જાહેરાત કરી હતી. ‘યશરાજ ફિલ્મ્સ’ની 'બંટી ઔર બબલી 2' માં સિદ્ધાંત ચતુર્વેદી અને શરવરી જેવા કલાકાર છે. આ ફિલ્મમાં દર્શકોને સૈફ અલી ખાન અને રાની મુખર્જીની જોડી ફરી જોવા મળશે.
'બંટી ઔર બબલી 2' ફિલ્મની સિક્વલ 26 જૂનના રોજ રિલીઝ થશે - સૈફ અલી ખાન અને રાની મુખર્જી સ્ટારર ફિલ્મ 'બંટી ઔર બબલી 2
સૈફ અલી ખાન અને રાની મુખર્જી સ્ટારર ફિલ્મ 'બંટી ઔર બબલી 2' ની રિલીઝ ડેટ ફાઇનલ થઇ ગઇ છે. આ ફિલ્મ 26 જૂનના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

આપને જણાવી દઇએ કે, સિદ્ધાંત ચતુર્વેદીની 'ગલી બોય' બાદ આ બીજી ફિલ્મ છે. જ્યારે શરવરી આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કરી રહી છે. તેમજ ફિલ્મના ડાયરેક્ટર વરુણ શર્મા છે. જેને 'સુલતાન' અને 'ટાઇગર ઝિંદા હૈ' ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું છે.
‘બંટી ઔર બબલી 2’ની શૂટિંગ દરમ્યાન ફિલ્મના ડાયરેક્ટર વરુણે કહ્યું હતું કે, બંટી ઔર બબલી-2 સંપૂર્ણ આધુનિક ફિલ્મ છે. સિદ્ધાંતે તેની ફિલ્મ 'ગલી બોય' માં શાનદાર અભિનય કરી લોકોનું દિલ જીતી લીધું હતુ. તેમજ શરવરીનો અભિનય પણ જોવાલાયક હશે. બન્નેની જોડી બિન્દાસ છે. તેમજ અભિનય પણ લાજવાબ છે.