આ ફિલ્મને વરૂણ શર્મા નિર્દેશક કરી રહ્યા છે.જે "સુલ્તાન" અને "ટાઇગર જિંદા હૈ" જેવી ફિલ્મોના આસિસ્ટેન્ટ ડાયરેક્ટર રહી ચુક્યા છે. ત્યારે આદિત્ય ચોપરા આ ફિલ્મને પ્રોડ્યૂસ કરી રહ્યા છે.
"બંટી ઓર બબલી 2"માં "ગલી બોય" સ્ટારર સિદ્ધાંત ચતુર્વેદી સાથે જોવા મળશે ન્યૂકમર શરવરી - સિદ્ધાંત ચતુર્વેદી
મુંબઇ : અભિષેક બચ્ચન અને રાની મુખર્જીની હિટ ફિલ્મ "બંટી બબલી"ની સીક્વલ બનવા જઇ રહી છે. "બંટી બબલી 2"માં "ગલી બોય"ના અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદી જોવા મળશે. ત્યારે આ મૂવીમાં ન્યૂકમર શરવરી પણ બોલિવૂડમાં એન્ટ્રી કરશે. યશરાજ ફિલ્મ દ્વારા સોશિયલ મીડિયા પર આ ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે.
"બંટી ઓર બબલી 2"માં "ગલી બોય" સ્ટારર સિદ્ધાંત ચતુર્વેદી સાથે જોવા મળશે ન્યૂકમર શરવરી
"યશરાજ ફિલ્મ્સ"ની "બંટી ઔર બબલી" ફિલ્મની સિક્વલ "બંટી ઔર બબલી 2"ની સ્ટારકાસ્ટ ફાઇનલ થઇ ગઈ છે. શરવરીની આ ડેબ્યુ ફિલ્મ છે જ્યારે સિદ્ધાંત ચતુર્વેદીની આ ‘ગલી બોય’ બાદની બીજી ફિલ્મ છે. ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.