મુંબઈ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને ધ્યાને રાખી બૉલીવુડના ઘણા સેલેબ્સે તેમના ઘરોની લાઈટો બંધ કરી મીણબત્તીઓ કરી હતી. જેમાં અક્ષય કુમાર, કરણ જોહર, દીપિકા પાદુકોણ, રકુલ પ્રીત, નુશ્રત ભરૂચા અને તાપસી પન્નુ વગેરેનો સમાવેશ થાય છે.
અક્ષય કુમારે ઘરની લાઈટ બંધ કરી દીવો પ્રગટાવ્યો હતો. મીણબત્તીની તસવીર શેર કરતાં તેમણે લખ્યું હતું કે, 'અમે સાથે ઉભા છીએ અને સાથે મળીને આ અંધકારમાંથી બહાર આવીશું. ત્યાં સુધી મજબૂત રહો, સુરક્ષિત રહો. # 9 વાગ્યે 9 મિનિટ.'
દીપિકા પાદુકોણે પણ કોરોના સામે જંગ લડવા માટે રોશની કરી એકતાનો સંદેશ આપ્યો હતો. દીપિકાએ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી હતી. જેમાં તે તેની પતિ રણવીર સાથે જોવા મળી હતી.