મુંબઈ: એમેઝોન ઓરીજનલ સિરીઝ 'બ્રેથ: ઈન ટૂ ધ શેડોઝ'ના નિર્માતાઓએ તેનું ટીઝર રિલીઝ કર્યું છે. અભિષેક બચ્ચનના લુક પછી આ સીરીઝની લીડીંગ લેડી નિત્યા મેનનનું લુક પોસ્ટર પણ સામે આવ્યું છે.
અભિષેકે તેના સોશિયલ મીડિયા પર શેર કરતા લખ્યું કે, 'બધું પરફેક્ટ હતું, એક દિવસ પછી.. બધું બદલાઈ ગયું. તમે જાણો છો કે અમારી સિયા ક્યાં છે?
તેમણે નિત્ય મેનનનો લુક પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેની સાથે તે લખે છે, 'મમ્મા હાર નહીં માને, સિયા.. તે તને શોધી લેશે.'
શોનું ટીઝર ખુબજ દિલચસ્પ છે અને તેની સ્ટોરી સિયા પર કેન્દ્રિત હોય તેમ લાગી રહ્યું છે. પોસ્ટરમાં નિત્યાના ફેસ પર અલગ જ ભાવ જોવા મળી રહ્યો છે. તેની સાથે તે એક સંદેશો પણ આપી રહી છે, 'ઉમ્મીદ ખતરનાખ હો સકતી હે.'
અભિષેક બચ્ચનના રહસ્યપૂર્ણ કેરેક્ટરનું પોસ્ટર રિલીઝ થયું છે, જેમાં તે એક ગુમ થયેલી બાળકીનું પોસ્ટર હાથમાં પકડ્યું છે.
આ ક્રાઇમ થ્રિલર અબુન્દંતીયા એન્ટરટેઈનમેન્ટ દ્વારા નિર્માણ થયું છે, અભિષેક તેનથી ડિજિટલ ડેબ્યુ કર્યું છે. આ સીરીઝમાં, અમિત સાધ ફરી એકવાર સિનિયર ઇન્સપેક્ટર કબીર સાવંતની ભૂમિકાને પુનરાવર્તિત કરતા જોવા મળશે.
આ સીરીઝ 10 જુલાઈ, 2020 ના રોજ રિલીઝ થવાની છે, જેમાં સ્યામી ખેર પણ મહત્વની ભૂમિકા નિભાવશે. એમેઝોન પ્રાઇમ વીડિયો પર, તે વિશ્વના 200થી વધુ દેશો અને પ્રદેશોમાં રિલીઝ થશે. મયંક શર્મા દ્વારા દિગ્દર્શિત આ શો ભવાની ઐયર, વિક્રમ તુલી, અરશદ સૈયદ અને મયંક શર્માએ લખ્યો છે. આ શોનું ટ્રેલર 1 જુલાઈ 2020ના રોજ રિલીઝ કરવામાં આવશે.