ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Brahmastra Alia Firts Look : આલિયાએ આ લુકથી મચાવ્યો ખળભળાટ - ફિલ્મ બ્રહ્માસ્ત્ર આ વર્ષે 9 સપ્ટેમ્બરે રિલીઝ

આલિયા ભટ્ટના જન્મદિવસ (Alia Bhatt Birthday) ના ખાસ દિવસ નિમિતે ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માંથી તેનો લુક રિલીઝ કરી એક શાનદાર સોગાદ આપવમાં આવી છે. ફિલ્મના ડાયરેક્ટર અયાન મુખર્જીએ ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં આલિયાનો ફર્સ્ટ લુક શેર (Brahmastra Alia Firts Look) કર્યો છે. શેર કરેલા ટીઝરમાં આલિયાના ઘણા સુંદર અવતાર જોવા મળી રહ્યા છે. જુઓ તેની એક ઝલક અને થઇ જાઓ તાજામાજા...

Brahmastra Alia Firts Look Release: આલિયાએ આ લુકથી મચાવ્યો ખળભળાટ
Brahmastra Alia Firts Look Release: આલિયાએ આ લુકથી મચાવ્યો ખળભળાટ

By

Published : Mar 15, 2022, 5:23 PM IST

ન્યૂઝ ડેસ્ક: આલિયા ભટ્ટ આજે મંગળવારે પોતાનો 29મો જન્મદિવસ (Alia Bhatt Birthday) સેલબ્રેટ કરી રહી છે. અભિનેત્રીએ તેના જન્મદિવસ પર ચાહકોને એક સુંદર ભેટ આપી છે. અભિનેત્રીના જન્મદિવસ પર ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માંથી તેનો લુક સામે આવ્યો છે. ફિલ્મના ડાયરેક્ટર અયાન મુખર્જીએ આલિયાનો ફિલ્મનો ફર્સ્ટ લુક શેર (Brahmastra Alia First Look ) કર્યો છે. ફિલ્મમાં આલિયાના પાત્રનું નામ ઈશા છે.

ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ના ટીઝરમાં આલિયા કંઇક આ રૂપમાં મળી જોવા

આલિયા ભટ્ટ અને અયાને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'નું ટીઝર શેર કર્યું છે, જેમાં પાણીનું એક બૂંદ પડતું જોવા મળી રહ્યું છે, જે સીધું આલિયાના ચહેરા પર પડે છે. આ સીનમાં આલિયાના ચહેરા પર ટેન્શન દેખાઈ રહ્યું છે તો બીજી ક્ષણમાં તે ક્યારેક હાથ જોડીને અને ક્યારેક હસતી જોવા મળે છે.

આ પણ વાંચો:આલિયા ભટ્ટના આ 5 લહેંગા લુક્સ બેસ્ટીના લગ્ન માટે પરફેક્ટ છે, જુઓ ઝલક...

આલિયાના આ લુકે આગ લગાવી

આલિયાનો ફર્સ્ટ લુક હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને ચાહકો તેને ખૂબ પસંદ પણ કરી રહ્યા છે. હાલ આલિયાના ફેન્સ અલગ-અલગ પ્રકારના રિએક્શન આપી રહ્યા છે. ટીઝરમાં આલિયાના વિવિધ પ્રકારના લુક જોવા મળે છે, જેમાંથી લાલ સાડીના લુકએ ચાહકોને તેના દિવાના બનાવી દીધા છે.

જાણો ફિલ્મની રિલીઝ ડેટ

ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' આ વર્ષે 9 સપ્ટેમ્બરે રિલીઝ (Film Brahmastra Release Date) થવા જઈ રહી છે. આ ફિલ્મ દેશભરના સિનેમાઘરોમાં પાંચ ભાષાઓ હિન્દી, તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્માણ પ્રખ્યાત ફિલ્મમેકર કરણ જોહરે કર્યું છે.

આલિયાનો પારો અત્યારે સાતમાં આસમાને

આલિયા ભટ્ટની કારકિર્દીનો સ્ટાર અત્યારે સાતમા આસમાન પર છે. 'બ્રહ્માસ્ત્ર' સિવાય આલિયા પાન ઈન્ડિયા ફિલ્મ 'RRR', 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની', 'ડાર્લિંગ' અને 'જી લે ઝરા' જેવી ફિલ્મોમાં જોવા મળશે. આલિયા છેલ્લે ફિલ્મ 'ગંગૂબાઈ કાઠિયાવાડી'માં જોવા મળી હતી. આલિયાની આ ફિલ્મ 100 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે.

આ પણ વાંચો:Alia bhatt affairs: આલિયા ભટ્ટે રણબીર પહેલા આ પાંચ સેલેબ્સને કર્યા ડેટ? જાણો

ABOUT THE AUTHOR

...view details