ફિલ્મ નિર્માતા બોની કપૂરે પોતાની પત્ની અને એંશીના દસકાની બૉલીવુડની સુપરસ્ટાર શ્રીદેવી તરફથી સે અક્કિનેની નાગેશ્વર રાવ (ANR) પુરસ્કાર સ્વીકાર કર્યો. આ પુરસ્કાર સાઉથના લોકપ્રિય અને ફેમસ એક્ટર તેમજ પ્રોડ્યુસર અક્કીનેની નાગેશ્વર રાવના નામ પર અપાય છે. પ્રસિદ્ઘ તેલુગૂ અભિનેતા ચિરંજીવી દ્વારા બોની કપૂરને આ પુરસ્કાર આપવામાં આવ્યો.
શ્રીદેવી ANR ઍવોર્ડ સન્માનિત, પુરસ્કાર લેતા ભાવુક થયા બોની કપૂર - શ્રીદેવીનું મોત
હૈદરાબાદઃ સાઉથના જાણીતા એક્ટર અને પ્રોડ્યુસર અક્કિનેની નાગેશ્વર રાવના નામ પર અપાતા એએનઆર ઍવોર્ડથી સુપરસ્ટાર શ્રીદેવીને પુરસ્કૃત કરાયા છે. આ પુરસ્કાર સ્વીકાર કરતી વખતે બોની કપૂર ભાવુક થયા હતા.
boney-kapoor news sridevi news anr-award બોની કપૂર અને શ્રીદેવી શ્રીદેવીનું મોત શ્રીદેવીના મોતનું કારણ
ઍવોર્ડ લીધા બાદ સ્ટેજ પર પહોંચેલા બોની કપૂરે લોકોને સંબોધિત કર્યા. જે દરમિયાન શ્રીદેવીનો ઉલ્લેખ કરતા તેઓ પોતાની ભાવનાઓ પર કાબુ ન કરી શક્યા અને તેમના આંખમાં આસુ વહેવા લાગ્યા. આ દરમિયાન શ્રીદેવીને બાળપણની એક્ટરથી બોલીવુડની લેજન્ડ એક્ટ્રેસ બનવા સુધીની સફરને વાગોળી હતી.
બૉલીવૂડ અભિનેત્રી રેખાને પણ આ દરમિયાન સન્માનિત કરાયા. રેખાએ પણ પોતાના સંબોધનમાં શ્રીદેવીો ઉલ્લેખ કર્યો. શ્રીદેવીનું 24 ફેબ્રુઆરી 2018ના રોજ અવસાન થયુ હતા.
Last Updated : Nov 19, 2019, 4:59 AM IST