મુંબઇ : ફિલ્મ નિર્માતા બોની કપુરે કહ્યું કે, તે પોતાના ચાર બાળકો અર્જુન. અંશુલા. જાન્હવી અને ખુશીને ઘણો જ પ્રેમ કરે છે. તેમને નાની દિકરી ખુશી સૌથી વધારે વહાલી છે. તે વિદેશમાં ભણે છે. જાન્હવી કપુરની શ્રીદેવી સાથેની તુલનાને બોની કપુર ખોટી ગણાવે છે. બોનીએ કહ્યું કે અર્જુન ફિલ્મ ડાયરેક્ટર બનવા માંગતો હતો.
બોની કપૂર અને સલમાન ખાનના સંબંધો તણાવપૂર્ણ - અર્જુન કપુર
બોની કપુરે તેના અને સલમાનના તनाવપૂર્ણ સંબધો વિશે વાત કરતા કહ્યું કે, અર્જુન કપુર હંમેશા ફિલ્મ ડાયરેક્ટર બનવા માંગતો હતો. પરંતુ સલમાને જ અર્જુનને એક્ટિંગ ફિલ્ડમાં કરિયર બનાવવા પ્રોત્સાહિત કર્યો હતો.
બોની કપૂર અને સલમાન ખાન
વધુમાં બોનીએ કહ્યું હતું કે, એક દિવસ સલમાને તેમને ફોન કરીને કહ્યું હતું કે, અર્જુને એક્ટિંગમાં નસીબ અજમાવવું જોઈએ. તેનામાં એક્ટરના તમામ લક્ષણો છે. આ સમય દરમિયાન બોનીએ સલમાન સાથેના ખરાબ સંબંધોને લઈને કહ્યું હતું કે, આ કમનસીબ છે કે, તેમની વચ્ચે હવે સારા સંબંધો નથી પરંતુ સલમાને અર્જુનને એક્ટિંગ માટે તૈયાર કર્યો હતો. સલમાનનો આ ઉપકાર હંમેશાં તેમની પર રહેશે.