ગુજરાત

gujarat

ETV Bharat / sitara

શ્રીદેવીના સ્ટેચ્યુનું અનાવરણ, "હવા હવાઇ" રૂપને જોઇ ભાવુક થયા બોની કપૂર - સિંગાપોર

મુંબઇ: સિંગાપોરના મેડમ તુસાદ મ્યુઝિયમમાં એક્ટ્રેસ શ્રીદેવીના સ્ટેચ્યુનું અનાવરણ થયું છે. પતિ બોની કપૂર અને દીકરીઓ જાહન્વી અને ખુશીની હાજરીમાં આ વેક્સ ફીગરને જાહેર કરાયું છે. આ સ્ટેચ્યુ શ્રીદેવીનું પહેલું વેક્સ સ્ટેચ્યુ છે. આ સ્ટેચ્યુને 1987માં આવેલી ફિલ્મ ‘મિસ્ટર ઇન્ડિયા’ના હવા-હવાઈ ગીતમાં શ્રીદેવીનો જે લુક હતો તે લુક આપવામાં આવ્યો છે.આ સ્ટેચ્યુમાં તેમની નાની વાતોનું ફણ ધ્યાન રાખવામાં આવ્યું છે.ત્યારે બોની કપૂર,ખુશી અને જાન્હવી કપૂર આ સ્ટેચ્યુની પાસે જોવા મળ્યા હતા.

શ્રીદેવીના સ્ટેચ્યુનું અનાવરણ

By

Published : Sep 4, 2019, 12:30 PM IST


આ વેક્સ ફિગરને 20 લોકોની એક્સપર્ટ ટીમે તૈયાર કર્યું છે. આ માટે મેકઅપ, જ્વેલરી, ક્રાઉન અને ડ્રેસને ખાસ 3ડી પ્રિન્ટ આપવામાં આવી છે. તેને ઘણી ટેસ્ટ બાદ પાસ કરવામાં આવ્યું.

શ્રીદેવીના સ્ટેચ્યુનું અનાવરણ

અગાઉ દેવીના પતિ બોની કપૂરે સોશિયલ મીડિયા પર વેક્સ સ્ટેચ્યુની ઝલકનો વીડિયો શેર કરી લખ્યું હતું કે, ‘શ્રીદેવી માત્ર મારા દિલમાં જ નહીં પણ લાખો ફેન્સના દિલમાં પણ હંમેશાં જીવતી રહેશે.’આ સ્ટેચ્યુને સિંગાપુરમાં રાખવામાં આવ્યું છે.

શ્રીદેવીના સ્ટેચ્યુનું અનાવરણ

ABOUT THE AUTHOR

...view details