ગુજરાત

gujarat

ETV Bharat / sitara

"ધ એટરનલ્સ"ના સેટ પરથી મળ્યો બોમ્બ,એન્જલિના જોલી તથા રિચર્ડ મૈડેનને સુરક્ષિત બહાર કઢાયા - અભિનેત્રી એન્જેલિના જોલી અને અભિનેતા રિચાર્ડ મૈડેન

લૉસ એન્જલ્સ: ફિલ્મ જગતમાં ઘણી વખત સેટ પર નાની મોટી દુર્ઘટના ઘટતી હોય છે. પરંતુ આ વખતે જે ઘટના બની એ ખુબ મોટી છે. “ધ એટરનલ્સ” ફિલ્મના શૂટિંગ વખતે અભિનેત્રી એન્જેલિના જોલી અને અભિનેતા રિચાર્ડ મૈડેનના વિસ્તારમાં બૉમ્બ મળ્યા બાદ તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

file photo

By

Published : Nov 6, 2019, 11:49 AM IST

મળતી માહીતી મુજબ,બૉમ્બ ડિફ્યુઝ કરનારા નિષ્ણાંતોને ડિવાઇઝની મદદથી બૉમ્બ નિષ્ક્રિય કરવાની પરવાનગી આપવા માટે ફ્યુરીટેવેટુરા ટાપુના કૈનેરી દ્વીપ પર સ્થિત બેઝને ખાલી કરવો પડ્યો હતો. એવું માનવામાં આવી રહ્યું છે આ બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન નાજિયો દ્વારા છોડવામાં આવેલો બેઝ હશે. એક સૂત્રએ જણાવ્યું કે આ ખૂબજ ભયાનક હતો.

આ બૉમ્બ દાયકાઓથી અહીંયા જ હશે જેને આજ સુધી કોઈ અડ્યા નહીં હોય, અને જો અડ્યા હોત તો ઘણી મોટી દુર્ઘટના ઘટી હોત. દુનિયાના સૌથી મોટા સ્ટાર એ વખતે સ્ટેજ પર હતા અને બચવાનો કોઈ પણ ચાન્સ ન હતો. પરંતુ નસીબના ખેલ અને નિષ્ણાંતોની સલાહથી સમગ્ર પરિસ્થિતિને નિપટવા માટે સફળ રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details