ગુજરાત

gujarat

ETV Bharat / sitara

બૉલીવૂડના દિગ્ગજ અભિનેતા અનિલ કપૂરનો 65મો જન્મ દિવસ - અનિલ કપૂર ન્યૂઝ

મુંબઈઃ બૉલીવુડમાં મિસ્ટર ઈન્ડિયા અને લખનના નામથી લોકપ્રિય થનાર નાયક અનિલ કપૂરનો આજે જન્મ દિવસ છે. જેમને ઈન્ડસ્ટ્રીમાં 4 દશક પૂર્ણ કર્યા છે. છતાં તેની લોકપ્રિયતામાં કોઈ ઉણપ આવી નથી. તેમણે બૉલીવૂડના કરિયરમાં રોમાન્સથી લઈને કૉમેડી અને સંવેદનશીલ પાત્રોમાં ઉમદા અભિનય કર્યો છે. જેથી આજે પણ તેમની ફિલ્મ દર્શકોના દિલમાં રાજ કરે છે.

અનિલ કપૂર
અનિલ કપૂર

By

Published : Dec 24, 2019, 11:30 AM IST

બૉલીવુડ અભિનેતા અનિલ કપૂરે ઈન્ડસ્ટ્રીમાં 4 દશકથી કાર્યરત છે. તે દરમિયાન તેમણે સંવેદનશીલ, રોમાન્સ અને કૉમેડી સહિત અનેક પ્રકારના પાત્રમાં ઉત્તમ અભિનય કર્યો છે. આ 4 દશકમાં અનિલે બૉલીવુડમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. શરૂઆતના સમયે અનિલ કપૂરે અનેક સંઘર્ષોનો સામનો કર્યો હતો. જેના વિશે તેમણે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું. જેમાં તે પણ કહ્યું હતું કે, "જ્યારે તેમની પાસે પૈસા નહોતા ત્યારે તેમની પત્ની પાસેથી પૈસા લેતા હતાં."

અનિલ કપૂર પરિવાર સાથે

અનિલે પોતાના સંઘર્ષની વાત કરતાં જણાવ્યું હતું કે, "ઘણાં લોકો નથી જાણતાં કે, 1979-80માં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે તેમણે પોતાની કારકીર્દીની શરૂઆત કરી હતી. હિન્દી, તેલૂગુ, અને કન્નડ ફિલ્મોમાં પણ સાઈડ રોલ કર્યા હતા. ત્યારબાદ 1983માં તેમને ‘વો સાત દિન' ફિલ્મ મળી. જેનાથી તેમણે અભિનેતા તરીકેની શરૂઆત થઈ હતી."

તેઝાબ ફિલ્મ

આમ, જક્કાસ અનિલ કપૂરે બૉલીવુડમાં પોતાની શરૂઆત કરી હતી. જેમાં તેમણે તેઝાબ, લાડલા, મિસ્ટર ઈન્ડિયા, જુદાઈ, ઘર હો તો એસા, રામ- લખન, બેટા, નાયક, અને વેલ કમ, રેસ જેવી અનેક ફિલ્મોમાં તેમને ઉમદા અભિનય કર્યો હતો. જેમાંથી 1987માં આવેલી શ્રીદેવી સાથેની ફિલ્મ ‘મિ. ઈન્ડિયા’ એ તેમની માટે એક નવી ટોચ પર લઈ જતો રસ્તો સાબિત થયો હતો.

અનિલ કપૂર

રૂપેરી પડદે તેમની અને માધુરી દીક્ષિત અને શ્રીદેવી સાથેની જોડી દર્શકોએ ઘણી પસંદ કરી હતી. તેઝાબ ફિલ્મ થકી તેમના અને માધુરીના કરિયરને નવી ઉડાન મળી હતી. જેને આજે પણ દર્શકો જોવા પંસદ કરે છે.

ABOUT THE AUTHOR

...view details