મુંબઇ: માધુરી દીક્ષિતના જન્મદિવસ પર બોલીવૂડનું દિલ તેની ધક ધક ગર્લ માટે ધબક્યું હતું. અને તેમને જન્મદિવસની સોશિયલ મીડિયા દ્વારા શુભકામનાઓ પાઠવી હતી. અભિનેત્રીના આ ખાસ દિવસે શત્રુઘ્ન સિંહાએ લખ્યું છે, "માધુરીએ તેની 3-દાયકા લાંબી કારકિર્દીમાં વિવિધ ફિલ્મોમાં તેના મોહક સ્મિતથી દરેકનું હૃદય જીતી લીધું છે."
53 વર્ષની થઈ માધુરી, બોલીવૂડે પાઠવ્યા અભિનંદન - માધુરી દીક્ષિતના જન્મદિવસ
બોલીવૂડની સૌથી લોકપ્રિય હીરોઇન માધુરી દીક્ષિતના જન્મદિવસ પર ઘણા સ્ટાર્સે તેને સોશિયલ મીડિયા દ્વારા જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. જેમાં શિલ્પા શેટ્ટી, અભિષેક બચ્ચન અને શત્રુઘ્ન સિંહા વગેરેનાં નામ શામેલ છે.
માધુરી
માધુરીને તેના જન્મદિવસ પર અભિનંદન આપતી વખતે અભિષેક બચ્ચને લખ્યું, 'માધુરી જી, તમને જન્મદિવસની શુભેચ્છાઓ. ઘણા બધા પ્રેમ અને આદર.'
શિલ્પા શેટ્ટીએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક સુંદર તસવીર શેર કરી અભિનેત્રીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી અને લખ્યું, 'જન્મદિવસની શુભેચ્છા @ માધુરી દિક્ષિત તમારા દરેક દિવસો સરસ જાય, અને આવનારા દરેક વર્ષોમાં આવી કિલર સ્માઇલ રહે.'