મુંબઇ: દેશભરમાં કોરોના વાઈરસના વધતા જતા રોગચાળાને ટાળવા માટે PM મોદીએ દેશભરમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યુ હતું. ત્યારબાદ દેશને એક કરવા માટે રવિવારે રાત્રે 9 વાગ્યે મીણબત્તી અથવા દીવો પ્રગટાવવા અપીલ કરી હતી. જેના પર બોલિવૂડ સ્ટાર્સનો રિએક્શન આપી રહ્યાં છે.
PM નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, 5 એપ્રિલે દેશના તમામ લોકો તેમના ઘરની લાઇટ બંધ કરશે, અને તેમના ઘરની બારી અથવા દરવાજા પર આવીને દીવો, મીણબત્તી અથવા મોબાઈલ ફ્લેશલાઇટ પ્રગટાવશે.
તેમણે વધુમાં કહ્યું કે આ રીતે અમે બતાવીશું કે, આખો દેશ એક છે અને કોઈ એકલું નથી. PM મોદીએ લોકોને અપીલ કરી છે કે, તેઓ ઘરની બહાર ન આવે, અને સામાજિક અંતર જાળવી રાખે.
શુક્રવારે તેના ટ્વિટર એકાઉન્ટ પર જાહેર કરાયેલા વીડિયો સંદેશમાં PMની આ અપીલને બોલિવૂડ સેલેબ્સનો ટેકો મળી રહ્યો છે. વિવેક અગ્નિહોત્રી, વીર દાસ, તાપ્સી પન્નુ, રંગોલી ચાંદે સહિતના ઘણા સ્ટાર્સે વડા પ્રધાનની પહેલને સમર્થન આપ્યું છે.