બૉલીવુડના સ્ટંટમેન વીરૂ દેવગનનું નિધન - Bollywood News
ન્યૂઝ ડેસ્કઃ બૉલીવુડમાં એક્શનને નવી ઊંચાઈએ પહોંચાડનાર વીરૂ દેવગનનું આજે સવારે નિધન થયું છે. બૉલીવુડના દિગ્ગજ અભિનેતા અજય દેવગનના પિતા વીરૂ દેવગને 1967માં ફિલ્મ 'અનીતા' થી એક સ્ટંટમેન તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી.
વીરુ દેવગન
જણાવી દઈએ કે, પંજાબના અમૃતસરના રહેવાસી વીરૂ દેવગન છેલ્લા થોડા દિવસોથી બીમાર હતા અને મુંબઈની સાંતાક્રુઝ હૉસ્પિચલમાં દાખલ હતા. માહિતી પ્રમાણે, વીરૂ દેવગનનું મૃત્યું હાર્ટ એટેકથી થયું છે અને તેમના અંતિમ સંસ્કાર મુંબઈના વિલે પાર્લેમાં સાંજે 6 વાગ્યે કરવામાં આવશે.