મુંબઇઃ કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે સુપરસ્ટાર અક્ષય કુમાર અને અજય દેવગનનો એક રૈપ ટ્રેક સામે આવ્યો છે, જેમાં તે લોકોને કહી રહ્યા છે કે, 'ઉમ્મીદ હૈ સબ ઠીક હોગા વાપસ.'
ધારાવી રૈપર્સે આ ગીતને બનાવ્યું છે, જેમાં અક્ષય-અજય ઉપરાંત સુનીલ શેટ્ટી, દિયા મિર્ઝા, અતુલ કુલકર્ણી અને રાણા દગ્ગુબત્તીને પણ ફીચર કરવામાં આવ્યા છે. આ ત્રણ ભાષાઓનો સંગમ છે, જેમાં હિન્દી ઉપરાંત મરાઠી અને તમિલનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.
સુનીલ શેટ્ટીએ આ વિશે વાત કરતા જણાવ્યું કે, 'આ મારા માટે ખુશી અને સમ્માનની વાત છે કે, આવા ખૂબસુંદર ઇનિશિએટિવનો ભાગ બન્યો છે. આ મુશ્કેલીનો સમય છે અને આ ઘણુ સુખદ છે કે, આટલા લોકો પૂરી મહેનતથી સંદેશો ફેલાવવા માટે આગળ આવ્યા છે. આ ગીત ખરેખર દિલને સ્પર્શી જાય તેવું છે.'
અક્ષય કુમારે ટ્વીટર પર રૈપ સોન્ગ શેર કરતા લખ્યું કે, 'ઉમ્મીદ હૈ સબ ઠીક હોગા વાપસ, ઉમ્મીદ હૈ તમુ સબ હો સલામત...' #સ્ટેહોમસ્ટેસેફ.
આ ગીતનું નિર્માણ ગલી ગૈન્ગ એન્ટરટેનમેન્ટે કર્યુ છે. તેનો કન્સેપ્ટ જોઇલ ડિસૂઝાનો છે. જ્યારે એમસી અલ્તાફ, ટોની સાઇકો અને બોંજડ એન રિબ્ઝે તેને લખ્યું છે અને કમ્પોઝ કર્યું છે. તેમણે પોતાનો અવાજ પણ આપ્યો છે.