ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Film Review: ફિલ્મની સ્ક્રિપ્ટીંગે ફિલ્મને લગાવ્યું ‘કલંક' , ક્લાઈમેક્સ અને સ્ટાર્સની કેમેસ્ટ્રીએ રાખી લાજ - actor

ન્યુઝ ડેસ્કઃ છેલ્લા કેટલાક દિવસોથી કરણ જોહરની ફિલ્મ કલંકને લઈને ફેન્સ દ્વારા રાહ જોવાઈ રહી હતી. પરંતુ આલિયા ભટ્ટ, વરૂણ ધવન, માધુરી દીક્ષિત, સંજય દત્ત, સોનાક્ષી સિન્હા જેવા ભારી ભરખમ સ્ટાર હોવા છતા ફિલ્મ ક્યાંક ને ક્યાંક બેઅસર રહી છે.

ફાઈલ ફોટો

By

Published : Apr 18, 2019, 12:22 PM IST

Updated : Apr 18, 2019, 12:27 PM IST

  • Critic's Rating: 2 star
  • Avg Readers Rating: 3 star
  • Cast: વરૂણ ધવન, આલિયા ભટ્ટ, સંજય દત્ત, સોનાક્ષી સિન્હા, માધુરી દીક્ષિત, આદિત્ય રૉય કપૂર, કૃણાલ ખેમૂ, ક્રિતી સેનન
  • Direction: અભિષેક વર્મન
  • Genre: પીરિયડ ડ્રામા
  • Duration: 2 કલાક 48 મિનટ

બુધવારે રિલીઝ કરાયેલી ફિલ્મ કલંકમાં આલિયા ભટ્ટ, વરૂણ ધવન, આદિત્ય રૉય કપૂર, સોનાક્ષી સિન્હા, માધુરી દીક્ષિત મુખ્ય પાત્રોમાં જોવા મડ્યા છે. તેમજ ફિલ્મની કહાની 1945ના દશકાની છે. ફિલ્મમાં વરૂણ ધવન અને આલિયા ભટ્ટની લવ સ્ટોરી બતાવાઈ છે જ્યારે આદિત્ય રૉય કપૂર અને સોનાક્ષી સિન્હાને પતિ-પત્નીના રોલમાં છે ,પરંતુ આદિત્ય રૉય કપૂર આલિયા ભટ્ટ સાથે લગ્ન કરે છે.

માધુરી દીક્ષિત એક ગણિકાના રોલમાં દેખાય છે. વાત કરીયે ફિલ્મના લોકેશનની તો, આ ફિલ્મ એક હુસૈનાબાદ નામના કાલ્પનિક શહેર ઉપર આધારીત છે. આસરે ત્રણ કલાકની આ ફિલ્મ જ્યારે પુરી થવા આવે છે ત્યારે દર્શકો થિએટરની બહાર નિકળવાની રાહ જોઈ રહ્યા હોય છે.

ફિલ્મની કહાની આઝાદીના થોડા સમય પહેલા હુસૈનાબાદની છે. જે એક મુસ્લીમ વિસ્તાર છે. બલરાજ ચૌધરીનો રોલ કરી રહેલા સંજય દત્ત પોતાના મહેલમાં પુત્ર આદિત્ય રોય કપૂર એટલે દેવ ચૌધરી અને પુત્રવધુ સોનાક્ષી સિન્હા (સત્યા) સાથે રહેતા હોય છે. કેન્સરથી પીડિત સત્યા પાસે જીંદગીના છેલ્લા થોડા દિવસો જ બચ્યા છે. સત્યાનુ કહેવું છે કે તેના મૃત્યુ બાદ તેના પતી એકલા ન રહે. તે દેવના લગ્ન રૂપ (આલિયા ભટ્ટ) સાથે કરાવે છે.

રૂપ પોતાની બહેનોના ભવિષ્ય બચાવવા દેવ ચૌધરી સાથે લગ્ન કરે છે. પરંતુ તે માત્ર આ સંબંધને કોઈ પણ રીતે ચલાવી રહી છે. પોતાના ઘરમા કેદીયો જેવી જીંદગી જીવનારી રૂપ એક દિવસ બધીજ હદો પાર કરી જાય છે અને હીરામંડીમા બેગમ (માધુરી દીક્ષિત) પાસે પહોંચી જાય છે. અહિં જ તેની મુલાકાત થાય છે ઝફર (વરૂણ ધવન) સાથે. પરંતુ તેને ખબર ન હતી કે ઝફર સાથેનો તેનો પ્રેમ એક "કલંક" છે. આવા અનેક પ્રશ્નો અને વાતો છે જે તમને ફિલ્મ જોતા સમયે હેરાન કરે છે પરંતુ તેના જવાબ નથી મડતા.

અભિષેક વર્મનના નિર્દેશનમાં બનેલી આ બીજી ફિલ્મ છે. લખાણ કેટલુ કાચુ છે તેનો અંદાજ તમને ત્યારે આવશે જ્યારે તમે આલિયા ભટ્ટને એક સીનમાં રોતા જોશો અને ડાયલૉગ્સ સાંભળશો. કુલ મળીને કલંકનું નિર્દેશન એવું છે કે તમને ટિકીટ ખરીદવાને એક ભુલ સમજી બેસસો. એવુ લાગે છે કે અભિષેક વર્મને 2 સ્ટેટ્સનું નિર્દેશન આનાથી સારુ બનાવ્યું હતું.

આ ફિલ્મ બોલીવુડના ઘણા દિગ્ગજ અભિનેતાઓથી સજાવાઈ છે. કહેવું પડશે કે અભિનયના મામલે ફિલ્મ બરાબર હોય શકે પરંતુ તેની સ્ક્રિપ્ટમા વજન ન હતું. કાચ્ચી-પાક્કી સ્ક્રિપ્ટ અને દમ વગરના ડાયલોગ્સના કારણે આપને ફિલ્મ બોરિંગ લાગી શકે છે.

Last Updated : Apr 18, 2019, 12:27 PM IST

ABOUT THE AUTHOR

...view details