ગુજરાત

gujarat

ETV Bharat / sitara

બોલીવુડ ગાયક શ્રેયા ઘોષાલ ટૂંક જ સમયમાં માતા બનશે, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત - ઈન્સ્ટાગ્રામ

બોલીવુડ ગાયક શ્રેયા ઘોષાલે પોતાના ફેન્સને એક ખુશ ખબર આપી છે. શ્રેયા ઘોષાલે સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સને જણાવ્યું હતું કે, તે ગર્ભવતી છે. શ્રેયા ઘોષાલની આ જાહેરાત બાદ તેમના ફેન્સે તેમની ઉપર શુભેચ્છાઓનો વરસાદ કરી દીધો હતો. જોકે, શ્રેયા ઘોષાલે વર્ષ 2015માં શિલાદિત્ય મુખોપાધ્યાય સાથે લગ્ન કર્યા હતા. બંને લોકો એકબીજાને નાનપણથી પ્રેમ કરતા હતા.

બોલીવુડ ગાયક શ્રેયા ઘોષાલ ટૂંક જ સમયમાં માતા બનશે, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
બોલીવુડ ગાયક શ્રેયા ઘોષાલ ટૂંક જ સમયમાં માતા બનશે, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત

By

Published : Mar 4, 2021, 1:55 PM IST

  • શ્રેયા ઘોષાલે વર્ષ 2015માં શિલાદિત્ય મુખોપાધ્યાય સાથે લગ્ન કર્યા હતા
  • શ્રેયા ઘોષાલે સોશિયલ મીડિયા પર જાહેરાત કરતા થયો શુભેચ્છાનો વરસાદ
  • જીવનના નવા અધ્યાયની શરૂઆત માટે તમારા પ્રેમની જરૂરઃ શ્રેયા ઘોષાલ

મુંબઈઃ બોલીવુડ ગાયક શ્રેયા ઘોષાલ અને તેમના પતિ શિલાદિત્ય મુખોપાધ્યાય ટૂંક જ સમયમાં માતાપિતા બનવા જઈ રહ્યા છે. તેમણે ખુશ ખબર સોશિયલ મીડિયા મારફતે આપી હતી. શ્રેયા ઘોષાલે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, બેબી શ્રેયાદિત્ય ટૂંક જ સમયમાં આવી રહ્યું છે. તમને આ વાતને જણાવતા હું ખૂબ જ ખુશી અનુભવું છું. મારા જીવનના નવા અધ્યાયની શરૂઆત માટે તમારા પ્રેમ અને આશીર્વાદની જરૂર છે.

શ્રેયા ઘોષાલે વર્ષ 2015માં લગ્ન કર્યા હતા

શ્રેયા ઘોષાલના ફેન્સની સાથે સાથે બોલીવુડની હસ્તીઓએ પણ તેમને શુભેચ્છા પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે, શ્રેયા ઘોષાલે વર્ષ 2015માં શિલાદિત્ય મુખોપાધ્યાય સાથે લગ્ન કર્યા હતા. બંને લોકો એકબીજાને નાનપણથી પ્રેમ કરતા હતા.

ABOUT THE AUTHOR

...view details