ગુજરાત

gujarat

ETV Bharat / sitara

બોલિવુડ સિંગર લઈને આવી રહ્યા છે 'બચપન કા પ્યાર', બાળક સાથે ફોટો કર્યો શેર

અત્યારે સોશિયલ મીડિયા (Social Media) પર 'બચપન કા પ્યાર' (Bachpan ka pyaar) ગીત ખૂબ જ વાઈરલ થઈ રહ્યું છે. આ ગીત છત્તીસગઢના એક બાળકે ગાયું છે, જે ખૂબ જ વાઈરલ થયું છે. જોકે, હવે બોલિવુડના રેપર સિંગર બાદશાહે (Bollywood rapper Singer Badshah) પણ હવે બચપન કા પ્યાર ફેમ સહદેવની સાથે ઈન્સ્ટાગ્રામ (Instagram) પર ફોટો શેર કર્યો છે. આ સાથે જ બાદશાહે લખ્યું હતું કે, ટૂંક જ સમયમાં આવી રહ્યું છે. તો હવે ફેન્સ બંનેના નવા ક્રિએશન માટે રાહ જોઈ રહ્યા છે.

બોલિવુડ સિંગર લઈને આવી રહ્યા છે 'બચપન કા પ્યાર', બાળક સાથે ફોટો કર્યો શેર
બોલિવુડ સિંગર લઈને આવી રહ્યા છે 'બચપન કા પ્યાર', બાળક સાથે ફોટો કર્યો શેર

By

Published : Aug 5, 2021, 12:29 PM IST

  • બોલિવુડ રેપર બાદશાહ (Bollywood rapper Badshah) નવું ગીત લઈને આવી રહ્યો છે
  • સોશિયલ મીડિયા (Social Media) પર વાઈરલ 'બચપન કા પ્યાર' (Bachpan ka pyaar) પર બાદશાહ બનાવશે ગીત
  • છત્તીસગઢના બાળક સહદેવે (Sahdev) ગાયેલું આ ગીત સોશિયલ મીડિયા (Social Media) પર ઘણું વાઈરલ થયું છે

આ પણ વાંચોઃPriyanka Chopraએ પતિ નિક જોનસ સાથે રોમેન્ટિક ફોટો કર્યો શેર, પતિ માટે શું લખ્યું પ્રિયંકાએ? જુઓ

અમદાવાદઃ છેલ્લા ઘણા દિવસથી સોશિયલ મીડિયા (Social Media) પર સહદેવનું ગીત 'બચપન કા પ્યાર ભૂલ નહીં જાના રે' (Bachpan ka pyaar) વાઈરલ થઈ રહ્યું છે. બોલિવુડના મોટા મોટા કલાકારોથી લઈને તમામ લોકોએ આ ગીત પર પોતાનો વીડિયો બનાવ્યો છે. ત્યારે હવે બોલિવુડ રેપર સિંગર બાદશાહ (Bollywood rapper Badshah) પણ હવે સહદેવ સાથે મળીને નવું ગીત 'બચપન કા પ્યાર' (Bachpan ka pyaar) લઈને આવી રહ્યો છે. બાદશાહે સહદેવ સાથે સોશિયલ મીડિયા (Social Media) પર ફોટો શેર કરીને આ અંગે માહિતી આપી હતી. બંને જણા ટૂંક જ સમયમાં આ ગીતના રિક્રિએશનમાં જોવા મળશે.

આ પણ વાંચોઃબોલિવુડ અભિનેતા સોનુ સુદ નવા ગીત 'સાથ ક્યા નિભાઓગે'માં જોવા મળશે, 5 ઓગસ્ટે ગીત થશે રિલીઝબંને નવો વીડિયો લોન્ચ કરશેબોલિવુડ રેપર સિંગર બાદશાહે (Bollywood rapper Badshah) પોતાના ઈન્સ્ટાગ્રામ (Instagram) પર સહદેવ સાથે ફોટો શેર કર્યો છે, જેમાં બાળકનો લુક થોડો બદલાયેલો જોવા મળી રહ્યો છે. આ સાથે જ સહદેવ ઘણો ખુશ જોવા દેખાઈ રહ્યો છે. તો બાદશાહે આ ફોટો શેર કરીને કેપ્શનમાં લખ્યું હતું કે, બચપન કા પ્યાર ટૂંક જ સમયમાં આવી રહ્યું છે. એટલે અંદાજ લગાવી શકાય છે કે, આ બંને જણા ઝડપથી જ નવો મ્યૂઝિક વીડિયો લોન્ચ કરશે.

ABOUT THE AUTHOR

...view details