મુંબઈ: બોલીવૂડના ફિલ્મ નિર્માતા અનિલ સૂરીનું 77 વર્ષની વયે અવસાન થયું છે. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમને બુધવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ગુરૂવારે સાંજે 7 વાગ્યે અનિલ સૂરીનું નિધન થયું હતું.
બોલીવૂડના ફિલ્મ નિર્માતા અનિલ સૂરીનું 77 વર્ષની વયે કોરોનાથી મોત - કોરોના વાયરસ
બોલીવૂડના ફિલ્મ નિર્માતા અનિલ સૂરીનું 77 વર્ષની વયે અવસાન થયું છે. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમને બુધવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ગુરૂવારે સાંજે 7 વાગ્યે અનિલ સૂરીનું નિધન થયું હતું.
અનિલ સૂરીના ભાઈ અને ફિલ્મ નિર્માતા રાજીવ સૂરીએ જણાવ્યું કે, 2 જૂને અનિલને તાવ આવ્યો હતો, પરંતુ થોડા જ કલાકોમાં તેની તબિયત બગડી ગઈ હતી. ત્યારબાદ ગુરુવારે સાંજે 7 વાગ્યે અનિલ સૂરીનું મોત થયું હતું.
રાજીવ સૂરીએ આરોપ લગાવ્યો છે કે, 3 જૂને અનિલને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. ત્યારબાદ અમે લોકો તેને હોસ્પિટલ લઇ ગયા હતા. પરંતુ હિંદુજા અને લીલાવતી જેવી હોસ્પિટલે બેડ દેવાનો ઇન્કાર કર્યો હતો. ત્યારબાદ તેને બુધવારે પાલિકાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે કોરોના સંક્રમિત થઇ ગયા હતા. ગુરૂવારે તેમને વેન્ટિલેટર પર મુકવામાં આવ્યા હતા. ત્યારબાદ સાંજે 7 વાગ્યે અનિલનું મોત થયું હતું.