મુંબઇ : બોલિવૂડના જાણીતા કોરિયોગ્રાફર સરોજ ખાનનું 17 જૂનના રોજ નિધન થયું છે. ત્રણ વખતના રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અને 2000 ગીતોની શ્રેષ્ઠ કોરિયોગ્રાફરે દુનિયાને અલવિદા કહી દીધુ છે. સરોજ ખાને ગુરૂવા રાત્રે 1.52 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. 'માસ્ટર જી' તરીકે ઓળખાતા સરોજ ખાનના જવાથી સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છે. ફિલ્મ સિતારાઓ સોશિયલ મીડિયાની મદદથી પોતાનો શોક વ્યક્ત કરી રહ્યા છે.
અભિનેતા અક્ષય કુમારે લખ્યું કે, દુ:ખદ સમાચાર સાથે સવારની શરૂઆત થઇ, મહાન કોરિયોગ્રાફર સરોજખાન નથી રહ્યાં. તેમણે ડાન્સને લગભગ એટલો સરળ બનાવી દીધો હતો કે,જેથી કોઇપણ ડાન્સ કરી શકે, ઇન્ડસ્ટ્રી માટે એક મોટું નુકસાન. તેમના આત્માને શાંતિ મળે.'
અભિનેત્રી નિમરત કૌરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સરોજ ખાનની એક તસવીર શેર કરતા લખ્યું કે, સરોજજીએ કોરિયાગ્રાફર શબ્દથી મને મારા જીનવમાં ઓળખ કરાવી.