મુંબઈ: કોરોના વાયરસનો કહેર તમામ પ્રકારના કામને પ્રભાવિત કરી રહ્યો છે. હવે ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીએ 19 માર્ચથી 31 માર્ચ સુધી શૂટિંગ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. ઈન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડ્યૂસર્સ એસોસિએશન (IMPPA) દ્વારા યોજાયેલી મિટિંગમાં આ વિશે નિર્ણય લેવામા આવ્યો છે. આપને જણાવી દઇએ કે, હાલમાં દેશ અને દેશની બહાર ફિલ્મો અને ટીવી માટે શૂટિંગ થઇ રહ્યું છે. રવિવારે નિર્ણય લીધા બાદ તમામ લોકોને આગામી ત્રણ દિવસ સુધીનો સમય આપવામાં આવ્યો છે જેથી તમામ લોકો શૂટિંગનું પેક અપ કરી શકે.
કોરોના વાયરસના ખતરાને લઈને 31 માર્ચ સુધી ફિલ્મ અને ટીવી સીરિયલનુ શૂટિંગ બંધ - 31 માર્ચ સુધી ફિલ્મ અને ટીવી સીરિયલનુ શૂટિંગ બંધ
દેશમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા વધી રહી છે. આ વાયરસ વધારે ફેલાય નહીં તે માટે બધા જ પ્રકારના ઉપાયો કરવામાં આવી રહ્યા છે. કેટલાક રાજ્યોમાં શાળા, કોલેજ, મોલ્સ, થિયેટર્સ અને જીમ બંધ કરી દેવામાં આવ્યા છે. લોકોને માસ્ક પહેરવા અને હાથ સાફ રાખવા માટે અપીલ કરવામાં આવી રહી છે. આ વચ્ચે થોડા સમય માટે ફિલ્મો, ટીવી સીરિયલ્સ અને વેબ સીરીઝની શૂટિંગ પણ બંધ કરવામાં આવ્યું છે.
કોરોના વાયરસના વધી રહેલા ખતરાને જોતા 19થી 31 માર્ચ સુધી હિંદી ફિલ્મો, ટીવી સીરિયલ્સ, વેબ શો અને જાહેરખબરોની ફિલ્મોનું શૂટિંગ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આજે મુંબઈમાં મળેલી બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિનેએમ્પ્લોઈઝ અને ઈન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડ્યૂસર્સ એસોસિએશન, વેસ્ટર્ન ઈન્ડિયા ફિલ્મ પ્રોડ્યૂસર્સ એસોસિએશન, ઈન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન ડાયરેક્ટર્સ એસોસિએશન અને ઈન્ડિયન ફિલ્મ એન્ડ ટેલીવિઝન પ્રોડ્યૂસર્સ કાઉન્સિલ જેવી સંસ્થાઓ વચ્ચે IMPPA ની ઓફિસમાં મળેલી બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે.