આ ગીત ખાસ છે, કારણ કે, આ ગીતમાં ઓરિજનલ ગાયક હાર્ડી સંધુ અને મોડેલ-અભિનેત્રી સોનમ બાજવા પણ શાનદાર રીતે હાજર રહ્યા છે. વીડિયોમાં આયુષ્માન ફિલ્મ 'બાલા' માં પોતાના બોલ્ડ લુકથી અલગ ખૂબ જ હેન્ડસમ અને સેક્સી અવતારમાં જોવા મળી રહ્યો છે. આ ગીતના લીરીક્સથી તો દર્શકો પહેલાથી જ પરિચિત છે, પરંતુ આ વીડિયોમાં આયુષ્માન, હાર્દિક અને સોનમનું શાનદાર પ્રદર્શન ફ્રેશ અને આકર્ષક છે. આયુષ્માન સોનમ સાથે પોતાની સ્ટાઇલમાં રોમાંસ કરતા જોવા મળી રહ્યા છે.
'બાલા'નું નવું ગીત 'નાહ ગોરીયે' રિલીઝ, આયુષ્માન સોનમ સાથે અલગ અમદાજમાં રોમાંસ કરતા દેખાયા - sonam kapoor
મુંબઈ: બોલિવુડ એક્ટર આયુષ્માન ખુરાના, ભૂમિ પેડનેકર અને યામી ગૌતમ અભિનીત ફિલ્મ 'બાલા'નું નવું ગીત 'નાહ ગોરીયે' રિલીઝ થઈ ગયું છે. આ એક પ્રમોશનલ ગીત છે, જેને ફરીથી બનાવવામાં આવ્યું છે, જેમાં આયુષ્યમાન સોનમ સાથે રોમાંસ કરતા નજર આવી રહ્યા છે. આ ગીતને દર્શકોની સામે ફિલ્મની સેક્સી સાઈડ તરીકે રજૂ કરવામાં આવ્યું છે. આ ગીતે રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે.
bollywood-film-bala
ફિલ્મ 'બાલા' વિશે વાત કરીએ તો, આ ફિલ્મમાં આયુષ્માન એક એવા છોકરાનું પાત્ર ભજવી રહ્યા છે, જેના વાળ યુવાનીમાં જ ખરી જાય છે. ટાલ પડવાના કારણે કોઈ છોકરી તેની સાથે લગ્ન કરતી નથી. જેથી તેની લવ લાઇફમાં પણ ઘણી સમસ્યાઓ છે. કારણ કે, તેના ખરેલા વાળ જોઈ બધી છોકરીઓ તેની પાસેથી ભાગવા લાગે છે. આ ફિલ્મમાં આયુષ્માન ઉપરાંત સૌરભ શુક્લા, જાવેદ જાફરી, સીમા પહવા પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. અમર કૌશિક દિગ્દર્શિત 'બાલા' 31 ઓક્ટોબરના રોજ સિનેમાઘરોમાં આવી રહી છે.