મુંબઈઃ અનુભવ સિંહા, સ્વરા ભાસ્કર અને નિમરત કૌર જેવા બોલિવૂડના ઘણા સેલેબ્સે પાકિસ્તાન વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
ફિલ્મ નિર્માતા અનુભવ સિંહા લખે છે કે, 'ભગવાન, વિમાન કરાચીમાં ક્રેશ થયું છે. લાગે છે કે દુ:ખ સમાપ્ત થશે નહીં.'
સ્વરા ભાસ્કરે ટિ્વટ કર્યું, 'ઓહ નો... ખૂબ જ દુઃખદ... આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકો માટે પ્રાર્થના અને સહાનુભૂતિ...'
અભિનેત્રી નિમરત કૌર લખે છે કે, 'કરાચી વિમાન દુર્ઘટના વિશે જાણીને ખૂબ જ દુઃખ થયું. ભગવાન જેઓએ તેમના પ્રિયજન ગુમાવ્યા છે તેમને આશીર્વાદ આપે. મારી પ્રાર્થના અને સહાનુભૂતિ તેમની સાથે છે.