- બોલિવુડ કોમેડિયન રાજપાલ યાદવે (rajpal yadav) ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો
- વીડિયોમાં રાજપાલ યાદવ મિઝાન જાફરી સાથે કરી રહ્યા છે નાગિન ડાન્સ
- ફરી એક વાર હંગામા 2 ફિલ્મમાં રાજપાલ યાદવ
અમદાવાદઃ બોલિવુડ કોમેડિયન પ્રખ્યાત એક્ટર રાજપાલ યાદવ (rajpal yadav) કોઈ પણ ફિલ્મમાં આવે તો દર્શકોને પેટ પકડીને હસાવે છે. તો ફરી એક વાર હંગામા 2 ફિલ્મમાં રાજપાલ યાદવ તમામ લોકોને હસાવવા આવી રહ્યા છે. જોકે, ફિલ્મના સેટ પરથી રાજપાલ યાદવનો એક વીડિયો વાઈરલ થયો છે, જે લોકોને ખૂબ જ પસંદ પડી રહ્યો છે.
ડાન્સ લોકોને ખૂબ જ ગમી રહ્યો છે
રાજપાલ યાદવે પોતે પણ ઈન્સ્ટાગ્રામ પર તે વીડિયો શેર કર્યો છે, જેમાં તે નાગિન ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. તેની સાથે મિઝાન જાફરી પણ ડાન્સ કરી રહ્યો છે. આ બંનેનો ડાન્સ લોકોને ખૂબ જ ગમી રહ્યો છે. જોકે, દર્શકો ફરી એક વાર હંગામા 2 ફિલ્મની રાહ જોઈ રહ્યા છે.