ગુજરાત

gujarat

ETV Bharat / sitara

બોલિવૂડ સ્ટાર્સે બાસુ ચેટરજીના નિધન પર શોક વ્યક્ત કર્યો

મધ્યમ વર્ગમાંથી ફિલ્મોની દુનિયામાં આવનાર બાસુ દા ઉર્ફે બાસુ ચેટરજીના નિધન પર અમિતાભ બચ્ચન, શૂજિત શ્રીકાર અને અનિલ કપૂર સહિતના ઘણા સ્ટાર્સે શોક વ્યક્ત કર્યો છે.

બોલિવૂડ સ્ટાર્સે બાસુ ચેટરજીના નિધન પર શોક વ્યક્ત કર્યો
બોલિવૂડ સ્ટાર્સે બાસુ ચેટરજીના નિધન પર શોક વ્યક્ત કર્યો

By

Published : Jun 4, 2020, 8:16 PM IST

મુંબઇ: દિગ્ગજ ફિલ્મમેકર બાસુ ચેટર્જીએ ગુરુવારે આપણા બધાને કાયમ માટે વિદાય આપી દિધી છે અને બોલિવૂડ સહિત આખી ફિલ્મી દુનિયા દુ: ખ વ્યક્ત કરી રહી છે. અમિતાભ બચ્ચન, અનિલ કપૂર અને અનુપમ ખેર જેવા સ્ટાર્સે તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી તો સાથે તેમને શ્રદ્ધાંજલિ પણ આપી હતી.

બોલિવૂડ સ્ટાર્સે બાસુ ચેટરજીના નિધન પર શોક વ્યક્ત કર્યો

ફિલ્મ નિર્માતા સાથે 'મંઝિલ'માં કામ કરતા બચ્ચન લખે છે,' બાસુ ચેટરજીના જવા પર દુઆ અને સંવેદનાઓ... તેમની ફિલ્મો શાંત, નમ્ર અને તેજસ્વી હતી... તેમની ફિલ્મો મધ્યમ વર્ગના જીવનને પ્રભાવિત કરતી હતી. તે હંમેશા 'રિમ ઝીમ ગિરે સાવન' માટે યાદ રહેશે.

વરિષ્ઠ અભિનેતા અનુપમ ખેરે તેનો વીડિયો પોસ્ટ કર્યો હતો અને બાસુ ચેટરજીના નિધન અંગે જાણ થતા 'ખટ્ટા મીઠા' ડિરેક્ટરના વિદાય પર દુ :ખ વ્યક્ત કર્યું હતું. કેટલાક લોકોના ગયા પછી લાગે છે કે, જાણે આખી સંસ્થા ખાલી થઇ ગઇ છે.

અનિલ કપૂરે તસવીર પોસ્ટ કરતી વખતે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું, "હું હંમેશાં બાસુ ચેટરજીને યાદ કરીશ, જે હંમેશાં સમયથી આગળનું વિચારે છે."

ફિલ્મમેકર શૂજિત સિરકરે બાસુ દાને શ્રદ્ધાંજલિ આપતાં લખ્યું, 'મારી પહેલી નોકરી બાસુ ચેટર્જી સાથે એક બંગાળી ટીવી સિરિયલ માટે સહાયક દિગ્દર્શક તરીકે હતી, જે નવી દિલ્હીના સીઆર પાર્કમાં શૂટ કરવામાં આવી હતી ... તેમની આત્માને શાંતિ મળે. '

છોટી સી બાત, રજનીગંધા અને મંઝીલ જેવી સુપર ફિલ્મોના ડાયરેક્ટર બાસુ ચેટર્જીનું ગુરુવારે નિધન થતાં બિગ બી અમિતાભ બચ્ચને શોકની લાગણી વ્યક્ત કરી છે. અમિતાભ બચ્ચને કેટલીક હળવી ફિલ્મોમાં બાસુ ચેટરજી સાથે કામ કર્યુ હતું જેમાં મૌસમી ચેટરજી સાથેની મંઝીલનો પણ સમાવેશ થતો હતો.

તે 93 વર્ષના હતા. ભારતીય ફિલ્મ અને ટીવી ડિરેક્ટર્સ એસોસિએશનના પ્રમુખ અશોક પંડિતે ટ્વીટ કરીને તેમના મોતના દુ:ખદ સમાચાર શેર કર્યા છે. અશોક પંડિતે લખ્યું કે, “તમને એ જણાવતાં મને ખૂબ જ દુ:ખ થાય છે કે પીઢ ફિલ્મકાર બાસુ ચેટરજી હવે નથી. તેમના અંતિમ સંસ્કાર સાંતાક્રુઝમાં બપોરે 2 વાગ્યે કરવામાં આવશે. તેમનું નિધન બોલીવુડ ઉદ્યોગ માટે એક મોટો ઝટકો છે. તમે ખૂબ જ યાદ આવશો સર.”

બાસુનો જન્મ રાજસ્થાનના અજમેરમાં થયો હતો અને તેણે ભારતીય સિનેમામાં પ્રશંસનીય કામ કર્યું હતું. મુંબઈના એક અખબારમાં કાર્ટૂનિસ્ટ અને ચિત્રકાર તરીકે કામ કરનાર બાસુ વિશે કોણે વિચાર્યું કે, તે ભારતીય સિનેમાને આગલા પગલા પર આગળ વધારવામાં મદદ કરનારા દિગ્ગજ ફિલ્મ નિર્માતા સાબિત થશે.

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીને 2020માં એક પછી એક આંચકા લાગી રહ્યા છે. ઇરફાન અને રિશી કપૂર બાદ બે દિવસ અગાઉ સંગીતકાર વાજિદ ખાનનું નિધન થયું ગીતકાર યોગેશ અને અનવર સાગર બાદ ગુરુવારે અન્ય એક હસ્તીનું નિધન થયું છે. "રજનીગંધા" અને "ચમેલી કી શાદી" જેવી યાદગાર ફિલ્મો બનાવનારા બાસુ ચેટર્જીનું ગુરુવારે નિધન થયું હતું. મુંબઈમાં તેમના નિવાસે સવારે 8.00 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા. બાસુ દા તરીકે જાણીતા બાસુ ચેટરજી 90 વર્ષના હતા. તેમના નિધનથી બોલિવૂડમાં શોકનું વાતાવરણ ફેલાઈ ગયું છે. ફેન્સ તેમને અંજલિ અર્પી રહ્યા છે.

બાસુ દા એ પિયા કા ઘર, ઉસ પાર, રજનીગંધા, ચિતચોર, સ્વામી, ખટ્ટામીઠા, પ્રિયતમા, ચક્રવ્યૂહ, જીના યહાં, બાતો બાતો મેં, અપને પરાયે, શોકીન અને એક રૂકા હુઆ ફેંસલા જેવી ક્લાસિક ફિલ્મો આપી હતી. તેમણે એ જમાનાના તમામ સુપર સ્ટારને ડાયરેક્ટ કર્યા હતા. જેમાં મિથુન ચક્રવર્તી, જીતેન્દ્ર, નિતુસિંઘ, રતિ અગ્નીહોત્રી, ધર્મેન્દ્ર, હેમા માલિની, અમિતાભ બચ્ચન, અમોલ પાલેકરનો સમાવેશ થાય છે.

ABOUT THE AUTHOR

...view details