વિશાખાપટ્ટનમ ગેસલીક દુર્ઘટના પર પર બોલીવૂડ સેલેબ્સે દુ:ખ વ્યક્ત કર્યુ - વિશાખાપટ્ટનમ ગેસલીક દુર્ઘટના પર પર બોલીવુડ સેલેબ્સે દુ:ખ વ્યક્ત કર્યુ
બોલીવૂડ ફિલ્મ સ્ટાર્સે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમના કેમિકલ પ્લાન્ટમાં ગેસલીકની દુર્ઘટનાથી અસરગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને તેમની માટે પ્રાર્થના કરી હતી.
વિશાખાપટ્ટનમ ગેસલીક દુર્ઘટના પર પર બોલીવુડ સેલેબ્સે દુ:ખ વ્યક્ત કર્યુ
મુંબઇ: આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમના કેમિકલ પ્લાન્ટમાંથી ઝેરી ગેસ નીકળવાના દુઃખદ સમાચારે સમગ્ર રાષ્ટ્રને હચમચાવી નાખ્યું છે, ત્યારે બોલીવૂડ ફિલ્મ સ્ટાર્સ પણ તેનાથી બાકાત રહ્યા નથી. આ ઘટના અંગે કાર્તિક આર્યન, અનુપમ ખેર, કંગના રનૌત, ભૂમિ પેડનેકર, કરણ જોહર જેવા સેલેબ્સે સોશિયલ મીડિયા પર દુ:ખ વ્યક્ત કર્યુ હતું.