ગુજરાત

gujarat

ETV Bharat / sitara

બોલીવૂડ સેલેબ્સે બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓ પાઠવી

લતા મંગેશકર, માધુરી દીક્ષિત અને હેમા માલિની તથા અમિતાભ બચ્ચન જેવા કલાકારોએ બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓ પાઠવી હતી.

બોલીવૂડ સેલેબ્સે બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓ પાઠવી
બોલીવૂડ સેલેબ્સે બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓ પાઠવી

By

Published : May 7, 2020, 5:30 PM IST

મુંબઇ: બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે બોલીવૂડની અનેક હસ્તીઓએ સોશિયલ મીડિયા પર દેશ અને દુનિયાના તમામ બુદ્ધ અનુયાયીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

વિતેલા જમાનાની અભિનેત્રી અને સાંસદ હેમા માલિનીએ ભગવાન બુદ્ધની પ્રતિમાની તસ્વીર ટ્વિટર પર શેર કરી હતી. જ્યાં તેમણે ટ્વિટ કર્યું હતું કે 'આજે બુદ્ધ પૂર્ણિમા છે ત્યારે આખા વિશ્વના બૌદ્ધ અનુયાયીઓ મોક્ષનો દિવસ ઉજવશે.

તો ધક-ધક ગર્લ માધુરી દીક્ષિતે પણ તેના ટ્વિટર પર ભગવાન બુદ્ધના સુવાક્યો ધરાવતી એક પોસ્ટ કરી હતી. અભિનેત્રીએ લખ્યું, 'બુદ્ધે એકવાર કહ્યું હતું કે, 'સૌથી મોટી ઉપાસના એ ધૈર્ય છે'. આ સમય ધૈર્ય રાખવાનો છે અને આપણા માટે જે યોગ્ય છે તેના પર ધ્યાન આપવાનો છે. સૌને # હેપ્પીબુદ્ધપૂર્ણિમા.

સુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકરે પણ તેમના ગીત 'બુધ્ધમ શરણમ ગચ્છામી' ની લિંક ટ્વિટર પર શેર કરી હતી, જે ભગવાન બુદ્ધની પ્રાર્થના માટે પણ વપરાય છે.

તો બીગબી અમિતાભ બચ્ચને પણ આ દિવસની શુભેચ્છાઓ પાઠવતા બુધ્ધ મંદિરની તસ્વીરો શેર કરી હતી.

ABOUT THE AUTHOR

...view details