ગુજરાત

gujarat

ETV Bharat / sitara

બોલીવૂડ સ્ટાર્સે મહારાષ્ટ્ર પોલીસને આપ્યું અનોખું સમ્માન સોશિયલ મીડિયા DP કર્યા ચેન્જ - બોલીવુડ સ્ટાર્સ

કોરોના વાઇરસ સામેની આ લડતમાં પોલીસના યોગદાનના સન્માનમાં બોલિવૂડ સ્ટાર્સે મહારાષ્ટ્ર પોલીસનો આભાર માન્યો હતો અને તેમના સોશિયલ મીડિયા હેન્ડલનું ડીપી બદલી નાખ્યું. જેમાં અક્ષય કુમાર, સલમાન ખાન, કેટરિના કૈફ અને અજય દેવગન જેવા સ્ટાર્સનું નામ સમાવેશ થાય છે.

બોલીવુડ સ્ટાર્સે મહારાષ્ટ્ર પોલીસના સન્માનમાં પોતના સોશિયલ મીડિયા DP કર્યા ચેન્જ
બોલીવુડ સ્ટાર્સે મહારાષ્ટ્ર પોલીસના સન્માનમાં પોતના સોશિયલ મીડિયા DP કર્યા ચેન્જ

By

Published : May 11, 2020, 8:16 PM IST

મુંબઇ: કોરોના વાઇરસ સામે રક્ષણ માટે ફ્રન્ટલાઈન કાર્યકરો અને પોલીસ પ્રશાસન સંપૂર્ણ રીતે પોતાની ફરજ બજાવી રહ્યા છે. આવી સ્થિતિમાં, બોલીવૂડના તમામ સ્ટાર્સે પોલીસનો આભાર માનવાની અનોખી રીત અપનાવી છે. તારાઓએ પોલીસની હિંમતની પ્રશંસા કરતા તેમના ડીપી પર 'થેંક્યુ મહારાષ્ટ્ર પોલીસ' ની તસવીર લગાવી છે.

સલમાન ખાન, અક્ષય કુમાર, ટાઇગર શ્રોફ, કેટરિના કૈફ, રિતેશ દેશમુખ જેવા બોલીવૂડના તમામ સ્ટાર્સે મુંબઈ પોલીસના સમ્માનમાં તેમના સોશિયલ મીડિયા ડીપી બદલી છે. ભારત સહિત આખું વિશ્વ કોરોના વાઇરસ સામે લડી રહ્યું છે. મહારાષ્ટ્રમાં આ દિવસોમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. કારણ કે, મુંબઈમાં સૌથી વધુ કેસ છે. તાજેતરમાં જ મુંબઇના એક જ પોલીસ સ્ટેશનના 12 પોલીસકર્મીઓને ફરજ બજાવતી વખતે કોરોનાથી ચેપ લાગ્યો હતો.

અક્ષય કુમારે પોલીસની બહાદુરીને સલામ કરતા ટ્વિટ કર્યું હતું કે, 'દરરોજ હું ફ્રન્ટલાઇન વર્કર્સની બહાદુરી વિશે સાંભળું છું, જેઓ પોતાના ડરને ભૂલીને અમને પ્રાધાન્ય આપી રહ્યા છે. આવા હીરોમાં એક હીરો મહારાષ્ટ્ર પોલીસ પણ છે. હું તેમનું સન્માન કરવા માટે મારી પ્રોફાઇલ ફોટોને બદલી રહ્યો છું. તમે પણ જોડાઇ શકો છો....મુંબઇ પોલીસને દિલથી સલામ કરી શકો છો.

સલમાન ખાને તેના સોશિયલ મીડિયાનું ડીપી બદલ્યું છે. આ સિવાય ટાઇગર શ્રોફ, રિતેશ દેશમુખ, વિકી કૌશલ, દિશા પટની, વાણી કપૂર અને કરણ જોહર જેવા અન્ય સ્ટાર્સે પણ મહારાષ્ટ્ર પોલીસને થેન્કયૂ તરીકે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ્સની ડીપી બદલી છે.

ABOUT THE AUTHOR

...view details