ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ગુરુપૂર્ણિમા નિમિત્તે બોલીવૂડ હસ્તીઓએ સોશિયલ મીડિયા દ્વારા શુભેચ્છાઓ પાઠવી

બોલીવૂડ સ્ટાર્સે ગુરુપૂર્ણિમા નિમિત્તે સોશિયલ મીડિયા દ્વારા તેમના ગુરુનો આભાર વ્યક્ત કર્યો હતો. જેમાં અમિતાભ બચ્ચન, મનોજ બાજપેયી અને રણદીપ હૂડા જેવા મોટા સ્ટાર્સના નામ સામેલ છે.

ગુરુ પૂર્ણિમા નિમિત્તે બોલીવુડ હસ્તીઓએ સોશિયલ મીડિયા દ્વારા શુભેચ્છાઓ પાઠવી
ગુરુ પૂર્ણિમા નિમિત્તે બોલીવુડ હસ્તીઓએ સોશિયલ મીડિયા દ્વારા શુભેચ્છાઓ પાઠવી

By

Published : Jul 5, 2020, 10:32 PM IST

મુંબઈ: અમિતાભ બચ્ચન, રવિના ટંડન, મનોજ બાજપેયી અને નિમરત કૌર જેવી અનેક હસ્તીઓએ રવિવારના રોજ ગુરુ પૂર્ણિમા નિમિત્તે તેમના શિક્ષકો અને ગુરુઓ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે બોલીવૂડ હસ્તીઓએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી.

અમિતાભ બચ્ચન: ગુરુ પૂર્ણિમા પર શુભેચ્છાઓ આપણા વડીલો અને ગુરુઓના આશીર્વાદ આપણી સાથે છે. મેગાસ્ટારે તેના પિતા સ્વર્ગીય કવિ હરિવંશ રાય બચ્ચનનો એક ફોટો પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.

મનોજ બાજપેયી: ગુરુ પૂર્ણિમા નિમિત્તે હું મારા બધા ગુરુઓને નમન કરું છું, જેમણે મને સ્પષ્ટ દિશા આપી હતી, જેના વિના હું એક નિરર્થક વ્યક્તિ હોત!

સુભાષ ઘાઈ: ગુરુ પૂર્ણિમા. ગુરુ શબ્દ સંસ્કૃતના બે શબ્દો 'અગુ' + 'રુ' પરથી આવ્યો છે. 'ગુ' નો અર્થ અજ્ઞાન અથવા અંધકાર અને 'રૂ' નો અર્થ છે કે, અંધકારને દૂર કરવુ. ગુરુ આપણને યોગ્ય વસ્તુઓ શીખવીને અને સાચો રસ્તો બતાવીને આપણા જીવનમાંથી અંધકારને દૂર કરે છે.

કૃણાલ કોહલી: એકલવ્યની જેમ, મારા ગુરુઓએ મને બધુ શીખવ્યું. યશ ચોપરા, ગુરુ દત્ત, રાજ ખોસલા, રાજ કપૂર, મનોજ કુમાર, વિજય આનંદ, સુભાષ ઘાઇ, મહેશ ભટ્ટ અને શેખર કપૂર.

નિમરત કૌર: હું તે બધા લોકોની આભારી છું, જે હંમેશા મને પ્રેરણા આપે છે, મને શિખવાડે છે અને ઉદાહરણ દ્વારા આશીર્વાદ આપે છે.

શમિતા શેટ્ટી: શુભ ગુરુ પૂર્ણિમા.
ડીનો મોરિયા: શુભ ગુરુ પૂર્ણિમા. આપણે આપણા વડીલો, શિક્ષકો અને ગુરુઓ પાસેથી શીખતા રહીએ છીએ, હંમેશા તેમનો આદર કરવો જોઈએ.

આ સ્ટાર્સ ઉપરાંત રણદીપ હૂડા, શિલ્પા શેટ્ટી, પાપોન અને રવિના ટંડન પણ ગુરુ પૂર્ણિમાની શુભેચ્છા પાઠવી હતી.

ABOUT THE AUTHOR

...view details