મુંબઈઃ કોરોના વાઈરસને લઈ 24 માર્ચથી દેશમાં 21નું લોકડાઉન લાદવામાં આવ્યું હતું. જે લોકડાઉન આજે પુર્ણ થવાનું હતું. પરંતુ વધતાં સંક્રમણને લઈ વડાપ્રધાન મોદી દ્વારા લોક઼ડાઉનની અવધી વધારવામાંં આવી છે. પીએમ દ્વારા 3 મે સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. પીએમની જાહેરાત પર બૉલીવૂડના સ્ટાર્સે પોતોની પ્રતિક્રિયા આપી છે.
કંગના રનૌતની બહેન રંગોલીએ પ્રતિક્રિયા આપતાં ટ્વિટ કર્યુ કે, 'મને ખુશી છે કે પીએમ મોદીએ લોકડાઉનની અવધી વધારી છે. તેમજ તેમના જે રાજ્યોમાં વાઈરસ વધુ ફેલાશે તે બંધ રહેશે અને જે રાજ્યો કોરોનાથી મુક્ત હશે ત્યાં થોડી છુટ આપવાના નિર્ણયનું સમર્થન કરું છું.'