બોલીવુડના દિગ્ગજ નેતા અનુપમ ખેરે ઈસરોના આ પ્રયાસના વખાણ કર્યા છે અને તેને વધુ શ્રેષ્ઠ કરવાની આશા વ્યક્ત કરી છે. તેમણે ટ્વીટ કરી લખ્યું છે કે, 'આજે આખુ વિશ્વ ભારતની પડખે છે'. તેમણે પ્રસંશામાં લખ્યું છે કે,
બૉલીવુડ અભિનેતા રિતેશ દેશમુખે ટ્વીટ કરી કહ્યું છે કે, આજે જે મળ્યું તે કોઈ નાની સિદ્ધી નથી. 'હમ હોંગે કામયાબ'! ભવિષ્ય એ લોકોનું છે જે પોતાના સપનાઓની સુંદરતામાં વિશ્વાસ કરે છે! અમને ઈસરોની પૂરી ટીમ પર ગર્વ છે. આજે જે પ્રાપ્ત થયું તે કોઈ નાની સિદ્ધિ નથી.
ફિલ્મ 'આર્ટિકલ 15' ના નિર્દેશક અનુભવ સિંહાએ ટ્વીટ કર્યું હતું કે, હું આશા રાખું છું કે, ઈસરો સંદેશાવ્યવહારને ફરીથી સ્થાપિત કરી શકશે. આગળ પણ ઉત્તમ કાર્ય કરશે. વેલ ડન ઈસરો.
જણાવી દઈએ કે, રાત્રે લગઊગ 1: 38 મિનિડ પર લેન્ડરને ચંદ્રની સપાટી પર લાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, પરંતુ ચંદ્ર પર ઉતરતી વખતે 2.1 કિમીની ઊંચાઈથી ધરતીના સ્ટેશન સાથે સંપર્ક ગુમાવી દીધો હતો. 'વિક્રમે' સફળતાપૂર્વક 'રફ બ્રેકિંગ' અને 'ફાઇન બ્રેકિંગ' તબક્કાઓ પૂર્ણ કર્યા હતા, પરંતુ 'સોફ્ટ લેન્ડિગ' પહેલાં પૃથ્વી પરના સ્ટેશન સાથે તેનો સંપર્ક તૂટી ગયો હતો. જે સાથે જ વૈજ્ઞાનિકો અને દેશના લોકોના ચહેરા પર નિરાશાની લાગણી છવાઈ ગઈ હતી.