આસામઃ બોલિવૂડ અભિનેત્રી યામી ગૌતમ ગુવાહાટી એરપોર્ટ પર પહોંચી હતી. તે દરમિયાન એક વ્યક્તિએ ગમોસા (એક આસામી સ્કાર્ફ)ને તેના ગળા પર પહેરાવાની કોશિશ કરી હતી. તેને આ વ્યક્તિએ એક પંખો પણ આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતું આ ઘટનાથી ડધાઈ ગયેલી યામીએ તેને ઘક્કો મારી દીધો હતો.
આ ઘટના બાદ આસામી પંખા અને ગમોસાના અનાદર કરવા બદલ તેને આકરી ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. રવિવારે એક આસામીએ ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું કે, બોલિવૂડ અભિનેત્રી યામી ગૌતમે ગુવાહાટી એરપોર્ટ પર આસામીના ગૌરવ ગમોસાનો અનાદર કર્યો છે, જ્યારે તેનો ચાહક તેને અભિવાદન કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે તેણે ગમોસાને નકારી કાઢ્યો હતો.