હાલ ટીવી સિરિયલ 'કુલ્ફી કુમાર બાજેવાલા'માં મહત્ત્વનો રોલ ભજવનાર બોલીવુડ એકટ્રેસ વિદ્યા સિંહાનું નિધન થયું છે. તે લાંબા સમયથી બિમારીનો સામનો કરી રહ્યા હતાં. અચાનક વધારે તબિયત લથડતા તેમને જૂહુ સ્થિત હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આજે બપોરે તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા.
બોલીવુડ એકટ્રેસ વિદ્યા સિંહાનું મુંબઈમાં 71 વર્ષની વયે નિધન
મુંબઈઃ બોલીવુડ એકટ્રેસ વિદ્યા સિંહાનું 71 વર્ષની ઉંમરે નિધન થયું છે. જે બાસુ ચેટર્જીની ફિલ્મ 'રજનીગંધા' માટે ફેમસ છે. લાંબા ગાળાની બિમારી બાદ જૂહુ સ્થિત હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં.
file
વિદ્યા સિંહાએ ‘છોટી સી બાત’, ‘રજનીગંધા’, ‘પતિ પત્ની ઔર વો’, ‘તુમ્હારે લિયે’, ‘મુક્તિ’, ‘ઈનકાર’, ‘સ્વયંવર’, ‘મગરૂર’, ‘સફેદ જૂઠ’ સહિતની ફિલ્મમાં કામ કર્યું હતું. તેમણે લોકપ્રિય ટીવી સિરિયલ્સ ‘કાવ્યાંજલિ’, અને ‘કૂબૂલ હૈં’,માં પણ કામ કર્યું છે. જ્યારે હાલ તે ‘કુલ્ફી કુમાર બાજેવાલા’માં કામ કરી રહ્યાં હતા.
Last Updated : Aug 16, 2019, 11:22 AM IST