ગુજરાત

gujarat

ETV Bharat / sitara

બોલીવૂડ અભિનેત્રી ઉર્વશી રાઉતેલા ફરી એકવાર પોતાના કપડાંઓના કારણે આવી ચર્ચામાં, વીડિયો કર્યો શેર - બોલીવૂડ અભિનેત્રી ઉર્વશી ફરી એકવાર પોતાના કપડાંઓના કારણે આવી ચર્ચામાં

બોલીવૂડ અભિનેત્રી ઉર્વશી રાઉતેલા ( Bollywood actress Urvashi Rautela ) હંમેશા પોતાના બોલ્ડ લૂકના કારણે ચર્ચામાં રહે છે. ફરી એકવાર ઉર્વશીએ ( Urvashi Rautela ) ઈન્સ્ટાગ્રામ ( Instagram ) પર પોતાનો એક વીડિયો ( Video ) શેર કર્યો છે, જેમાં ઉર્વશી મોંઘી મોંઘી બ્રાન્ડ્સના કપડાં સાથે જોવા મળી રહી છે. આ સાથે જ ઉર્વશીએ અલગ અલગ પોઝ આપીને લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે.

બોલીવૂડ અભિનેત્રી ઉર્વશી રાઉતેલા ફરી એકવાર પોતાના કપડાંઓના કારણે આવી ચર્ચામાં, વીડિયો કર્યો શેર
બોલીવૂડ અભિનેત્રી ઉર્વશી રાઉતેલા ફરી એકવાર પોતાના કપડાંઓના કારણે આવી ચર્ચામાં, વીડિયો કર્યો શેર

By

Published : Aug 4, 2021, 1:21 PM IST

  • અભિનેત્રી ઉર્વશી રાઉતેલાએ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો કર્યો શેર
  • ઉર્વશી મોંઘી મોંઘી બ્રાન્ડ્સના કપડાં સાથે જોવા મળી
  • ઉર્વશીએ અલગ અલગ પોઝ આપી લોકોનું દિલ જીત્યું

    અમદાવાદઃ બોલીવૂડ અભિનેત્રી ઉર્વશી રાઉતેલા ( Bollywood actress Urvashi Rautela )એક એવી અભિનેત્રી છે, જે ક્યારેય પણ પોતાની સ્ટાઈલ સાથે સમજૂતી નથી કરતી. તે હંમેશા પોતાના મોંઘા મોંઘા ડ્રેસ, પર્સ જેવી વસ્તુઓના કારણે ચર્ચામાં રહે છે. ત્યારે ઉર્વશીએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ ( Instagram ) પર એક વીડિયો ( Video ) શેર કર્યો છે, જેમાં તે પોતાના ફેન્સ સાથે મોંઘી બ્રાન્ડના કેટલાક જોરદાર કપડાં સાથે પોઝ આપી રહી છે. આ સાથે જ ઉર્વશીએ આ વીડિયોનું કેપ્શન પણ તેના કપડાં અંગે લખ્યું હતું.

ઉર્વશી મોટા બજેટની ફિલ્મથી તમિલ ફિલ્મોમાં ડેબ્યુ કરશે


અભિનેત્રી ઉર્વશી રાઉતેલાએ ( Urvashi Rautela ) જે જોરદાર કપડાં પહેર્યા છે. તે તેની ઉપર ખૂબ જ સુંદર લાગી રહ્યાં હતાં. આ વીડિયોમાં ઉર્વશી અલગ અલગ લૂકમાં જોવા મળી રહી છે. તો આપને જણાવી દઈએ કે, ઉર્વશી રાઉતેલા મોટા બજેટની સાયન્સ ફિક્શન તામિલ ફિલ્મની સાથે પોતાનું તામિલ ફિલ્મમાં ડેબ્યુ કરશે. ઉર્વશી વેબસિરીઝ ઈન્સ્પેક્ટર અવિનાશમાં રણદીપ હુડ્ડા સાથે મુખ્ય ભૂમિકામાં પણ જોવા મળી હતી.

ABOUT THE AUTHOR

...view details