ગુજરાત

gujarat

ETV Bharat / sitara

અભિનેત્રી સની લિઓની ફિલ્મ 'શેરો'ના શૂટિંગમાં કોની સાથે ઝઘડી ? જુઓ - Bollywood actress Sunny Leone

બોલિવુડ અભિનેત્રી સની લિયોની હાલમાં પોતાની ફિલ્મ 'શેરો'ના શૂટિંગમાં વ્યસ્ત છે. ત્યારે સની સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. હાલમાં જ સનીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં શેરો ફિલ્મના સેટ પર ટીમના સાથીઓ સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે.

અભિનેત્રી સની લિઓની ફિલ્મ 'શેરો'ના શૂટિંગમાં કોની સાથે ઝઘડી ? જુઓ
અભિનેત્રી સની લિઓની ફિલ્મ 'શેરો'ના શૂટિંગમાં કોની સાથે ઝઘડી ? જુઓ

By

Published : Aug 21, 2021, 1:49 PM IST

બોલિવુડ અભિનેત્રી સની લિયોનીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો
વીડિયોમાં ફિલ્મ'શેરો'ના સેટ પર ટીમ સાથે મસ્તી કરતી જોવા મળી સની
સનીની ફિલ્મ 'શેરો'ને લઈને તેના ફેન્સમાં ઉત્સુકતા

અમદાવાદઃ બોલિવુડ અભિનેત્રી સની લિયોની હંમેશા પોતાના બોલ્ડ લુક અને સ્ટાઈલના કારણે ચર્ચામાં રહે છે. ત્યારે હાલમાં જ સની પોતાની આગામી ફિલ્મ 'શેરો'ના કારણે ચર્ચામાં છે. અત્યારે સની આ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. તેવામાં સની લિયોનીએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ફિલ્મના સેટ પર ટીમના સાથીઓ સાથે મીઠો ઝઘડો કરતી જોવા મળી રહી છે. તો સનીનો આ વિડીયો લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર સની લિયોનીના ફેન ફોલોઈંગની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે.



ફિલ્મ શેરામાં સની લિયોની નવા અંદાજમાં જોવા મળશે
સની લિયોની પોતાની અપકમિંગ તમિલ ફિલ્મ 'શેરો'માં જોવા મળશે. હંમેશા બોલ્ડ અને ગ્લેમરસ ભૂમિકામાં જોવા મળતી સની લિયોની આ ફિલ્મમાં એકદમ નવા અંદાજમાં જોવા મળશે. આ પ્રકારના લુકમાં પહેલા ક્યારેય સની લિયોનીને જોવા નહતી મળી. જોકે, સનીનો આ નવો અંદાજ તેના ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે. આ સાથે જ લોકો ફિલ્મની રાહ જોઈ રહ્યાં છે. આ પહેલાં જ સનીએ સોશિયલ મીડિયા પર ફિલ્મ શેરાનું પહેલું પોસ્ટર શેર કર્યું હતું. સનીની આ ફિલ્મ તમિલ સિવાય હિન્દી, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષામાં પણ રિલીઝ થશે.

ABOUT THE AUTHOR

...view details