ગુજરાત

gujarat

ETV Bharat / sitara

અભિનેત્રી રવિના ટંડને ઈન્સ્ટાગ્રામ પર શેર કરી 'KGF-2' ફિલ્મના શૂટિંગની એક ઝલક - Bollywood actress Raveena Tandon

બોલિવુડની દિગ્ગજ અભિનેત્રી રવિના ટંડને ફિલ્મોની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ એટલી જ એક્ટિવ છે. રવિના સોશિયલ મીડિયા પર ક્યારેક વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફીના ફોટોઝ તો ક્યારેક પોતાના અલગ-અલગ અંદાજમાં ક્લિક કરેલા ફોટોઝ-વીડિયોઝ શેર કરતી જોવા મળે છે, ત્યારે હાલ રવીનાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેની આગામી ફિલ્મ 'કેજીએફ-2'ના શૂટિંગની એક ઝલક જોવા મળી રહી છે. આ સાથે જ રવિનાએ ફિલ્મનું ટ્રેલર પણ શેર કર્યું છે.

અભિનેત્રી રવિના ટંડને ઈન્સ્ટાગ્રામ પર શેર કરી 'KGF-2' ફિલ્મના શૂટિંગની એક ઝલક
અભિનેત્રી રવિના ટંડને ઈન્સ્ટાગ્રામ પર શેર કરી 'KGF-2' ફિલ્મના શૂટિંગની એક ઝલક

By

Published : Jul 29, 2021, 1:38 PM IST

Updated : Jul 30, 2021, 6:12 AM IST

  • બોલિવુડ અભિનેત્રી રવિના ટંડને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો
  • વીડિયોમાં આગામી ફિલ્મ 'કેજીએફ-2'ના શૂટિંગની એક ઝલક જોવા મળી
  • રવિનાએ આ સાથે ફિલ્મનું ટ્રેલર પણ કર્યું શેર
    અભિનેત્રી રવિના ટંડને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો KGF 2નો BTS વીડિયો

અમદાવાદઃઅભિનેત્રી રવિના ટંડન અત્યારે ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયોના કારણે ચર્ચામાં છે. રવિનાએ કેજીએફ-2 ફિલ્મના શૂટિંગ દરમિયાન બિહાઈન્ડ ધ સિનનો એક નાનો વીડિયો શેર કર્યો છે, જેમાં મેકઅપમેન તેનો મેકઅપ કરી રહ્યા છે. ખૂબ જ ચર્ચિત ફિલ્મ કેજીએફની સિક્વલમાં રવિના ટંડન અને અભિનેતા સંજય દત્તની એન્ટ્રી થઈ છે. ફિલ્મનો પહેલો ભાગ તો દર્શકોને ખૂબ જ પસંદ આવ્યો હતો. જ્યારે ફિલ્મના બીજા ભાગમાં આટલા મોટા દિગ્ગજ કલાકાર હોવાથી લોકોમાં આ ફિલ્મ અંગે ઉત્સુકતા જોવા મળી રહી છે.

આ પાણ વાંચો:SRKએ આ હિરોઈન માટે કહ્યું ' ખુશ્બૂ તેરા બદન'

ફિલ્મ ડિસેમ્બર સુધી રિલીઝ થાય તેવી શક્યતા

અભિનેત્રી રવિના ટંડને 'કેજીએફ-2' ફિલ્મમાં એક રાજકારણીના પાત્રમાં જોવા મળશે તેવું લાગી રહ્યું છે. 'કેજીએફ-2' ફિલ્મમાં અભિનેતા યશ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ પહેલા જુલાઈમાં રિલીઝ થવાની હતી, પરંતુ કોરોનાના કારણે દેશભરમાં સિનેમાઘર બંધ હોવાથી ફિલ્મ રિલીઝ ન થઈ શકી. હવે આ ફિલ્મ ડિસેમ્બરમાં રિલીઝ થાય તેવી શક્યતા છે. 'કેજીએફ-2' માં સંજય દત્ત વિલન તરીકે અધીરાના રોલમાં જોવા મળશે.

Last Updated : Jul 30, 2021, 6:12 AM IST

ABOUT THE AUTHOR

...view details