ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Bollywood actress Rakhi Sawantએ લોન્ચ કર્યું નવું ગીત ‘લૉકડાઉન’ , લાખો દર્શકોને આવી રહ્યું છે પસંદ - લૉકડાઉન ગીત

બોલિવુડ અભિનેત્રી રાખી સાવંત (Bollywood actress Rakhi Sawant) તેના ફેન્સને ધ્યાનમાં રાખીને સમયાંતરે ખૂબ એન્ટરટેઈન કરે છે. સોશિયલ મીડિયા પર તે કયારેક ફોટો શેર કરે છે, તો કયારેક વીડિયો શેર કરે છે. તેના ફેન્સને ખૂબ પસંદ આવે છે. હમણા જ રીલીઝ થયેલી ‘ડ્રીમ મે એન્ટ્રી’ પછી રાખી સાવંત પોતાના ફેન્સ માટે નવું ગીત ‘લોકડાઉન’ લઈને આવી છે.

Bollywood actress Rakhi Sawantએ લોન્ચ કર્યું નવું ગીત ‘લૉકડાઉન’ , લાખો દર્શકોને આવી રહ્યું છે પસંદ
Bollywood actress Rakhi Sawantએ લોન્ચ કર્યું નવું ગીત ‘લૉકડાઉન’ , લાખો દર્શકોને આવી રહ્યું છે પસંદ

By

Published : Aug 3, 2021, 1:55 PM IST

  • બોલિવુડ અભિનેત્રી રાખી સાવંત ફરી એક વાર મચાવશે ધમાલ
  • રાખી સાવંત પોતાનું નવું ગીત 'લૉકડાઉન' લઈને આવી રહી છે
  • રાખી સાવંતે ઈન્સ્ટાગ્રામ પર નવા ગીતનો વીડિયો કર્યો શેર

અમદાવાદઃ બોલિવુડ અભિનેત્રી રાખી સાવંતે (Bollywood actress Rakhi Sawant) તેના ઈન્સ્ટાગ્રામ (Instagram) પર લૉકડાઉન ગીતને લોન્ચ કર્યું છે. આ ગીતના રિલીઝના કેટલાક કલાકોમાં તેને ઘણા લાઈક્સ મળી અને ઢગલો કોમેન્ટ મળી હતી.

આ પણ વાંચો-અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ બેલબોટમ 19 ઓગસ્ટે થશે રિલીઝ, 3ડીમાં પણ જોવા મળશે ફિલ્મ

રાખીએ કહ્યું, ઉંધી ગણતરી ચાલુ

બોલિવુડ અભિનેત્રી રાખી સાવંતે (Bollywood actress Rakhi Sawant) વીડિયોને શેર કરતાં લખ્યું હતું કે, તમે બધાં વધુ એક ધમાકેદાર ગીતનો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છો. દોસ્તો ફાઈનલી ઉંધી ગણતરી શરૂ કરી દો. જૂઓ આ 'લૉકડાઉન ગીત'

આ પણ વાંચો-બોલિવુડ અભિનેત્રી કેટરીના કૈફે ફોટોશૂટનો BTS વીડિયો કર્યો શેર, જોવા મળી અલગ અલગ લુકમાં

ગીતમાં રાખી સાથે સલમાન પણ જોવા મળશે

આ લૉકડાઉન ગીતમાં રાખી સાવંત બિન્દાસ્ત અને જબરદસ્ત લૂકમાં જોવા મળી રહી છે. આ ગીતમાં તેના ડાન્સ મૂવ પણ ખૂબ સરસ લાગી રહ્યાં છે. આ ગીતમાં તેની સાથે સલમાન શેખ (Salman Sheikh) જોવા મળે છે. ગીતના બોલ આવા છે… 'તું મુઝસે મિલને આઈ ઓર લૉકડાઉન લગ જાએ'. આ ગીતના તેના ફેન્સે ખૂબ વખાણ કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details