- અભિનેત્રી નીના ગુપ્તા ઓટોબાયોગ્રાફીથી આવી ચર્ચામાં
- નીનાએ ઓટોબાયોગ્રાફી 'સચ કહૂં તો'ને લઈને ચર્ચામાં
- અભિનેત્રીએ પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ અંગે કર્યા ખુલાસા
ન્યૂઝડેસ્ક(Bollywood News):બૉલિવૂડમાં ઘણાં કલાકારો પોતાની આત્મકથા લખતા હોય છે ત્યારે હવે આ યાદીમાં અભિનેત્રી નીના ગુપ્તાનું પણ નામ ઉમેરાયું છે. નીના ગુપ્તાએ હાલમાં પોતાની ઓટોબાયોગ્રાફી 'સચ કહૂં તો'ને લઈને ચર્ચામાં છે. જોકે, તેની આ ઓટોબાયોગ્રાફીને લઈને અભિનેત્રી કરીના કપૂર સાથે એક લાઈવ સેશન યોજ્યું હતું, જેમાં નીના ગુપ્તાએ જણાવ્યું હતું કે, તેઓ આ બૂક 20 વર્ષથી લખી રહ્યાં છે. આ પુસ્તકમાં અનેક ખુલાસા કર્યા છે. આ સાથે જ નીના ગુપ્તાએ ઓટોબાયોગ્રાફીમાં અભિનેતા અને ફિલ્મ નિર્માતા સતીષ કૌશિક(Satish kaushik)ને લઈને પણ મોટો ખુલાસો કર્યો છે, જેને સાંભળીને તમામ લોકો હેરાન થઈ ગયા છે.
આ પણ વાંચો: ખરાબ અનુભવ બાદ નીના ગુપ્તાએ પરિણીત પુરુષોને લઈને આપ્યું મોટું નિવેદન...