- અભિનેત્રી ક્રિતી ખરબંદાએ 3 કલાકમાં 15 કિલો વજન વધાર્યું
- 3 કલાકમાં કઈ રીતે વજન વધાર્યું તે અંગેનો વીડિયો કર્યો શેર
- ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયોમાં અનેક લોકો કરી રહ્યાં છે કમેન્ટ
અમદાવાદઃ બોલીવૂડ અભિનેત્રી ક્રિતી ખરબંદાની ( Bollywood Actress Kriti Kharbanda ) ફિલ્મ 14 ફેરે ( 14 Phere ) આજથી રિલીઝ થઈ ગઈ છે. ત્યારે ક્રિતીએ ઈન્સ્ટાગ્રામ ( Instagram ) પર એક વીડિયો ( Video ) શેર કરીને ધૂમ મચાવી છે. આ વીડિયોમાં ક્રિતીએ માત્ર 3 કલાકની અંદર 15 કિલો વજન વધાર્યું છે. તમે પણ વિચારશો કે આવું કઈ રીતે થાય. જી હા, ક્રિતીએ એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે 15 કિલોના ડિઝાઈનર કોસ્ચ્યુમમાં દેખાઈ રહી છે. આ રીતે ક્રિતીએ માત્ર 3 કલાકની અંદર 15 કિલો વજન વધાર્યું હતું. તો આ વીડિયોના કેપ્શનમાં તેણે લખ્યું હતું કે, જુઓ, ત્રણ કલાકમાં કઈ રીતે 15 કિલો વજન વધારી શકાય.
ક્રિતીએ ફોટો શેર કરીને પણ ફિલ્મ અંગે આપી માહિતી
ક્રિતીની ( Bollywood Actress Kriti Kharbanda ) નવી ફિલ્મ 14 ફેરે ( 14 Phere ) આજથી રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં તેની સાથે વિક્રાંત મેસ્સી પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. હાલમાં જ ક્રિતીએ ઈન્સ્ટાગ્રામ ( Instagram ) પર વીડિયો ( Video ) શેર કરીને લોકોને ચોંકાવી દીધા છે. ત્યારે ફરી એક વાર એક ફોટો શેર કરીને ક્રિતીએ ફિલ્મની રિલીઝ અંગે માહિતી આપી હતી. તો ક્રિતીના આ વીડિયોમાં અનેક મોટા કલાકારો કમેન્ટ કરી રહ્યા છે. તો આ વીડિયોમાં બેકગ્રાઉન્ડમાં દિલવાલે દુલ્હનિયા ફિલ્મનું પ્રખ્યાત ગીત 'મહેંદી લગા કે રખના' વાગી રહ્યું છે, જે આ વીડિયોને સંપૂર્ણ કરે છે.