- બોલિવુડ અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર ફોટોઝ કર્યા શેર
- ફોટોઝમાં લીલા રંગના કપડામાં કૂલ અંદાજમાં જોવા મળી રહી છે કંગના
- કંગના ધાકડ અને થલાઈવી ફિલ્મથી પણ ઘણી ચર્ચામાં છે
અમદાવાદઃ બોલિવુડની અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut)ફિલ્મોની સાથે-સાથે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે. કંગના ક્યારેક તેના નવા ફોટોઝ તો વીડિયોઝથી લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષે છે, તો હાલમાં જ કંગનાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના નવા ફોટોઝ અપલોડ કર્યા છે, જેમાં તે લીલા રંગના કપડામાં જોવા મળી રહી છે.
આ પણ વાંચો- કંગનાએ 'થલાઈવી'નું પ્રમોશન કરી પાઠવી હોળીની શુભેચ્છાઓ
કંગનાએ ગાલિબની પંક્તિ પણ ફોટોના કેપ્શનમાં લખી છે
આ સાથે કંગનાએ ગાલિબની પંક્તિ પણ ફોટોના કેપ્શનમાં લખી છે. કંગનાએ લખ્યું હતું કે, નિકલના ખૂલ્દ સે આદામ કા સુન્ટે આયે હૈ લેકિન, બહુત બે-આબરૂ હોકર તેરે કુચે સે હમ નિકલે. જો કે, લોકોને કંગનાના આ ફોટોઝ અને કેપ્શન ખૂબ જ પસંદ પડી રહ્યા છે.
બોલિવુડ અભિનેત્રી કંગના રનૌતે બિન્દાસ અંદાજમાં ફોટોઝ કર્યા શેર
આ પણ વાંચો- કંગના રાનૌત કોરોના મુક્ત થઈ, શેર કર્યો નેગેટીવ રિપોર્ટ
પોતાની ફિલ્મોને લઈને ચર્ચામાં છે કંગના
ઉલ્લેખનીય છે કે, કંગના(Kangana Ranaut) પોતાની આગામી ફિલ્મ થલાઈવી અને ધાકડ માટે ઘણી ચર્ચામાં છે. આ બન્ને ફિલ્મમાં કંગના અલગ-અલગ રોલમાં જોવા મળશે. આ અગાઉ થોડા દિવસ પહેલા કંગના(Kangana Ranaut)એ તેની બન્ને ફિલ્મનો એક ફોટો શેર કર્યો હતો. થલાઈવી ફિલ્મમાં કંગના પૂર્વ અભિનેત્રી અને રાજકારણી જયલલિતાના રોલમાં જોવા મળશે. જ્યારે ધાકડમાં કંગના મણિકર્ણિકા ફિલ્મની જેમ એક્શન કરતી જોવા મળશે.