- બોલિવુડ અભિનેત્રી જુહી ચાવલાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો
- વીડિયોમાં જુહી ચાવલા અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા સાથે રમી રહી છે ક્રિકેટ
- વીડિયોમાં પ્રીતિ અને જુહી વારાફરતી બેટિંગ અને બોલિંગ કરી રહી છે
અમદાવાદઃ બોલિવુડ અભિનેત્રી જુહી ચાવલાએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર એક જોરદાર વીડિયો શેર કરીને તેના ફેન્સને નવી ભેટ આપી છે. આ વીડિયોમાં જુહી ચાવલા અને અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા એક સાથે મળીને ક્રિકેટ રમતી જોવા મળી રહી છે. વીડિયોમાં પ્રીતિ બેટિંગ કરી રહી છે, જ્યારે જુહી બોલિંગ કરી રહી છે.
આ પણ વાંચો- અભિનેત્રી અને લોકસભા સાંસદ નુસરત જહાં બની માતા, ચાહકો બાળકની એક ઝલક જોવા તલપાપડ
બન્ને અભિનેત્રી પણ આઈપીએલને લઈને ઘણી જ ઉત્સુક છે
આઈપીએલ 2021ની બીજી એડિશન શરૂ થવાને હવે થોડો જ સમય બાકી છે, ત્યારે બન્ને અભિનેત્રી પણ આઈપીએલને લઈને ઘણી જ ઉત્સુક છે. આ વીડિયોમાં બન્ને મસ્તીના મુડમાં જોવા મળી રહી છે.
આ પણ વાંચો- Happy Birthday Neha Dupiya : પતિ અંગદ બેદીએ કરી નેહા માટે ખાસ પોસ્ટ
એક રૂમમાં બન્ને અભિનેત્રી રમી ક્રિકેટ
જુહી ચાવલાએ શેર કરેલા વીડિયોમાં પ્રીતિ અને જુહી વારાફરતી બેટિંગ અને બોલિંગ કરી રહી છે, પરંતુ મેદાનમાં નહીં એક રૂમમાં તેઓ ક્રિકેટ રમતી જોવા મળી રહી છે. ઉલ્લેખનિય છે કે, આઈપીએલમાં પ્રીતિ ઝિન્ટા પંજાબ કિંગ્સની માલિક છે અને જુહી ચાવલા કોલકત્તા નાઈટ રાઈડર્સની માલિક છે. આ વીડિયોમાં બન્ને અભિનેત્રી પોતપોતાની ટીમની ટીશર્ટ પહેરીને ક્રિકેટ રમીને પોતપોતાની ટીમને પ્રમોટ કરતી પણ જોવા મળી હતી. ક્રિકેટ રમ્યા પછી બન્ને અભિનેત્રીએ ડાન્સ પણ કર્યો હતો.