ગુજરાત

gujarat

ETV Bharat / sitara

બોલિવુડ અભિનેત્રી અનન્યા પાંડેએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો લેટેસ્ટ ફોટો - Bollywood actress

બોલિવુડ અભિનેત્રી અનન્યા પાંડે સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. હાલમાં જ અનન્યાએ ઈન્સ્ટાગ્રામ પર એક ગ્લેમરસ ફોટો શેર કર્યો છે, જે ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.

બોલિવુડ અભિનેત્રી અનન્યા પાંડે
બોલિવુડ અભિનેત્રી અનન્યા પાંડે

By

Published : Aug 20, 2021, 8:09 PM IST

  • બોલિવુડ અભિનેત્રી અનન્યા પાંડેએ ઈન્સ્ટાગ્રામ પર મચાવી ધૂમ
  • અનન્યા પાંડે ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા ફોટોમાં દેખાઈ રહી છે ગ્લેમરસ
  • અનન્યા ટૂંક સમયમાં વિજય દેવેરકોંડા સાથે જોવા મળશે

અમદાવાદઃ બોલિવુડ અભિનેતા ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડે સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. અનન્યા પોતાના અભિનયની સાથે-સાથે પોતાના લુક્સ, સ્ટાઈલ અને ગ્લેમરસ લુકના કારણે ચર્ચામાં રહે છે.

આ પણ વાંચો- Happy Birthday Zakir Khan : કોમેડિનયથી લઈને એક્ટર સુધીની સફર

બોલિવુડ અભિનેત્રી અનન્યા પાંડેએ પોતાનો લેટેસ્ટ ફોટો શેર કર્યો

હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર બોલિવુડ અભિનેત્રી અનન્યા પાંડેએ પોતાનો લેટેસ્ટ ફોટો શેર કર્યો છે, જેમાં તે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. તો અનન્યા ટૂંક જ સમયમાં સુપરસ્ટાર વિજય દેવેરકોંડા સાથે ફિલ્મ લાઈગરમાં જોવા મળશે. જો કે, આ ફિલ્મને લઈને ઘણી જ ચર્ચા થઈ રહી છે.

આ પણ વાંચો-કંગનાનો નવો ધડાકોઃ ચીનથી તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થયું હોવાનો દાવો

ફેન્સે અનન્યાના કર્યા વખાણ

અનન્યા પાંડે જ્યારે પણ તેનો કોઈ ફોટો-વીડિયો શેર કરે છે, તેને તેના ફેન્સ ઘણા પસંદ કરી રહ્યા છે. જો કે, અનન્યાએ હાલમાં ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા ફોટોમાં તે વ્હાઈટ કલરના ટોપમાં જોવા મળી રહી છે. આ સાથે જ તેણે લાઈટ મેકઅપ પણ કર્યો છે. જો કે, અનન્યાના આ ફોટોના વખાણ તેના ફેન્સ કરી રહ્યા છે. અત્યાર સુધી આ ફોટોને 7 લાખથી વધુ લોકોએ લાઈક્સ કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details