ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Bollywood Actor Sunil Shettyએ જેકી શ્રોફની કરી નકલ, વીડિયો થઈ રહ્યો છે વાઈરલ - સુનિલ શેટ્ટી અને જેકી શ્રોફની મિત્રતા

બોલિવુડ અભિનેતા જેકી શ્રોફ અને સુનિલ શેટ્ટી (Bollywood actors Jackie Shroff and Sunil Shetty)ની મિત્રતા કોઈનાથી છુપી નથી. સુનિલ શેટ્ટી જેકી શ્રોફને પોતાનો હીરો માને છે. આ સાથે જ સુનિલ શેટ્ટી જેકી શ્રોફનો ફેન પણ છે. ત્યારે સુનિલ શેટ્ટીએ પોતાના ઈન્સ્ટાગ્રામ (Instagram) પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે અને જેકી શ્રોફ બંને બિન્દાસ અંદાજમાં જોવા મળી રહ્યા છે. જોકે, આ વીડિયોમાં સુનિલ શેટ્ટી જેકી શ્રોફની નકલ કરતા જોવા મળી રહ્યા છે. બંને અભિનેતાના ફેન્સને આ વીડિયો ખૂબ જ પસંદ પડી રહ્યો છે. આ સાથે જ આ વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ધૂમ મચાવી રહ્યો છે.

Bollywood Actor Sunil Shettyએ જેકી શ્રોફની કરી નકલ, વીડિયો થઈ રહ્યો છે વાઈરલ
Bollywood Actor Sunil Shettyએ જેકી શ્રોફની કરી નકલ, વીડિયો થઈ રહ્યો છે વાઈરલ

By

Published : Jun 29, 2021, 12:32 PM IST

  • અભિનેતા સુનિલ શેટ્ટીએ જેકી શ્રોફ (Bollywood actors Jackie Shroff and Sunil Shetty) સાથે શેર કર્યો વીડિયો
  • વીડિયોમાં સુનિલ શેટ્ટી (Sunil Shetty)એ ફેન મુમેન્ટ (Fan Moment)ને કરી શેર
  • સુનિલ શેટ્ટી (Sunil Shetty) જેકી શ્રોફ (Jackie Shrof)ને પોતાનો હીરો માને છે
    વીડિયોમાં સુનિલ શેટ્ટીએ ફેન મુમેન્ટને કરી શેર

આ પણ વાંચો-રેડ ડ્રેસમાં સ્ટારકિડ ખૂશી કપૂરે કરાવ્યો ગ્લેમરસ ફોટોશુટ, ઈન્ટગ્રામ પર જીત્યું ફેન્સનું દિલ

અમદાવાદઃ બોલિવુડ અભિનેતા સુનિલ શેટ્ટી (Bollywood actor Sunil Shetty) હંમેશા પોતાના નવા નવા લુક્સ (New Looks), ફોટોઝ અને વીડિયોઝ (Photos and Videos)ના કારણે ચર્ચામાં રહે છે. આ સાથે જ સુનિલ શેટ્ટી (Sunil Shetty) હંમેશા સોશિયલ મીડિયા (Social Media) પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. જોકે, હાલમાં સુનિલ શેટ્ટી (Sunil Shetty)એ ઈન્સ્ટાગ્રામ (Instagram) પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે પોતાના હીરો અભિનેતા જેકી શ્રોફ (Jackie Shroff)ની નકલ કરતા નજરે પડી રહ્યો છે. સુનિલ શેટ્ટી અને જેકી શ્રોફની મિત્રતા (Friendship of Sunil Shetty and Jackie Shroff)વર્ષો જૂની છે એ કોઈનાથી છુપી નથી.

અભિનેતા સુનિલ શેટ્ટીએ જેકી શ્રોફ સાથે શેર કર્યો વીડિયો

આ પણ વાંચો-Disha Patani Photoshoot: પાણી વચ્ચે વ્હાઈટ બિકીનીમાં હોટ એક્ટ્રેસનો બોલ્ડ અંદાજ...

અનેક કલાકારોએ બંને અભિનેતાના વીડિયોના વખાણ (Praise the video) કર્યા

આપને જણાવી દઈએ કે, અભિનેતા સુનિલ શેટ્ટી જેકી શ્રોફથી ખૂબ જ પ્રભાવિત છે. સુનિલ શેટ્ટીએ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો (Video on Instagram) શેર કર્યા હતો, જેમાં તેણે કેપ્શનમાં લખ્યું હતું કે, માય હીરો અને જેકી શ્રોફ સાથે રહેવું એ મારા માટે હંમેશા ફેન મુમેન્ટ (Fan Moment) હોય છે. તો જેકી શ્રોફે આ વીડિયો પર કમેન્ટ કરતા જણાવ્યું હતું કે, તે મારો જૂનો વિસ્તાર છે. આ ઉપરાંત અભિનેત્રી મહિમા ચૌધરી સહિત અનેક કલાકારોએ પણ આ વીડિયો પર કમેન્ટ કરી બંને અભિનેતાના વખાણ કર્યા હતા. સુનિલ શેટ્ટી 59 વર્ષની વયે પણ પોતાની ફિટનેસ (fitness)નું ખૂબ જ ધ્યાન રાખે છે. આ સાથે જ તે અનેક લોકોને ફિટ રહેવા પ્રેરણા પણ પૂરી પાડ છે. અત્યારે સુનિલની ફિટનેસને જોઈને તેની ઉંમરનો અંદાજ લગાવી નથી શકાતો.

ABOUT THE AUTHOR

...view details